ટોપ ન્યૂઝનેશનલ

હૈદરાબાદમાં વિસ્ફોટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ, બે લોકોની ધરપકડ…

હૈદરાબાદ : આંધ્રપ્રદેશ અને તેલંગાણા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હૈદરાબાદમાં વિસ્ફોટ કરવાના ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે અનેક વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

વિસ્ફોટક પદાર્થો મળી આવ્યા
આ સમગ્ર ઓપરેશન અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી. જેમાં સૌથી પહેલા વિજયનગરમના રહેવાસી 29 વર્ષીય સિરાજ ઉર રહેમાનની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પોલીસે રહેમાનના ઘરની તપાસ કરી ત્યારે પોલીસને એમોનિયા, સલ્ફર અને એલ્યુમિનિયમ પાવડર જેવા વિસ્ફોટક પદાર્થો મળી આવ્યા. આ પદાર્થોનો ઉપયોગ સામાન્ય રીતે બોમ્બ બનાવવામાં થાય છે.

બે આરોપીની ધરપકડ
જેની બાદ પોલીસે આરોપીની સઘન પૂછતાછ શરૂ કરી હતી. જેમાં રહેમાનના સંપર્કના રહેલા અન્ય એક વ્યકિત 28 વર્ષીય સૈયદ સમીર નામના વ્યક્તિની પણ હૈદરાબાદથી અટકાયત કરવામાં આવી. પોલીસનું માનવું છે કે સમીર પણ આ કાવતરામાં સામેલ હતો.

શંકાસ્પદ વસ્તુથી દૂર રહેવા અપીલ
આ બંને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ ટૂંક સમયમાં બંનેને કોર્ટમાં રજૂ કરશે. આ ઘટના બાદ પોલીસે સામાન્ય લોકોને સહયોગ આપવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુથી દૂર રહેવા અને કોઇ પણ ગતિવિધિની તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે.

આપણ વાંચો : હૈદરાબાદના ગુલઝાર હાઉસ નજીકની બિલ્ડિંગમાં ભીષણ આગ, 17 લોકોના મોત અનેક ઘાયલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button