રવીના ટંડનની દીકરી રાશાએ ‘ટીપ ટીપ બરસા પાની’ પર ડાન્સ કરીને મચાવી ધૂમ

રાશા થડાનીની માતા રવીના ટંડન પોતાના જમાનાની સુપરસ્ટાર રહી ચુકી છે. તેની ફિલ્મોના ગીતો આજે પણ પાર્ટીઝમાં ધૂમ મચાવે છે. રવીનાની ફિલ્મ મોહરાનું ‘ટીપ ટીપ બરસા પાની’ આઇકોનિક ગીત ગણાય છે. હવે રવીનાની દીકરી રાશાએ આ જ ગીત ઉપર ડાન્સ કરીને ધમાલ મચાવી દીધી છે.
17મી મેની સાંજ ફિલ્મ સ્ટાર્સની હતી. મુંબઈમાં ઝી સિને એવોર્ડ્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એવોર્ડ્સની સાથે, સ્ટાર્સના ડાન્સ પર્ફોર્મન્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ દરમિયાન, રવિના ટંડનની પુત્રી અને અભિનેત્રી રાશા થડાનીએ પણ પહેલીવાર કોઈ એવોર્ડ ઇવેન્ટમાં પરફોર્મ કર્યું. તેણે તેની માતાની ફિલ્મ મોહરાના સુપરહિટ ગીત ‘ટિપ ટિપ બરસા પાની’ પર સુંદર પર્ફોર્મન્સ આપ્યું.
આપણ વાંચો: રાશા થડાનીનો તૌબા તૌબા ડાન્સ જોઈ વિકીએ કોરિયોગ્રાફરને શું કહ્યું
રાશાએ પોતાના કિલર મૂવ્સ અને ઊર્જાથી ભરપૂર સ્ટેપ્સથી ચાહકોના દિલ જીતી લીધા. પીળા રંગની હાઈ સ્લિટ સાડી પહેરીને રાશા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. અભિનેત્રીએ તેની સાથે ગોલ્ડન ક્રોશેટ બ્લાઉઝ મેચ કર્યું હતું. રાશા ઊંચી પોનીટેલ સાથે ખૂબ જ સુંદર દેખાતી હતી.
રાશાને તેના પ્રખ્યાત ગીત પર પરફોર્મ કરતી જોઈને ચાહકો ખૂબ પ્રભાવિત થયા છે. ઘણા લોકો રાશાના અભિનયને રવિનાના અભિનયની જ નકલ ગણાવી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે આ છોકરી તેની માતાની પરફેક્ટ કોપી છે, તે ભવિષ્યમાં ઘણું કામ કરશે અને આગામી સુપરસ્ટાર બનશે, ઇન્શા અલ્લાહ.
આપણ વાંચો: રવિના ટંડને દીકરી રાશા સાથે સંગમમાં લગાવી ડૂબકી, તસવીરો વાઈરલ
‘ બીજાએ ટિપ્પણી કરી: “ફક્ત તેની પુત્રી જ આ ફરીથી કરી શકી હોત.” બીજા એક યુઝરે કહ્યું, ‘એક ક્ષણ માટે, મને લાગ્યું કે તે મા જ છે.’ જ્યારે એકે લખ્યું – ‘મીની રવિનાએ જાદુ કરી બતાવ્યો.
આ સિવાય કેટલાક લોકો રાશા થડાનીની તુલના અન્ય સ્ટાર કિડ્સ સાથે કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – ‘તે એક પ્રતિભાશાળી સ્ટાર કિડ છે.’ બીજા એક વ્યક્તિએ ટિપ્પણી કરી: ‘તે બીજા સ્ટાર કિડ્સ કરતા ઘણી સારી છે.
‘ જ્યારે એક યુઝરે લખ્યું- બેસ્ટ નેપો કિડ. રાશા થડાનીએ માધુરી દીક્ષિતના આઇકોનિક ગીત ‘એક દો તીન’ પર પણ ડાન્સ કર્યો. લાલ રંગનો લહેંગો અને સોનેરી ટોપ પહેરીને, તે આ ગીત પર જોરદાર પરફોર્મ કરતી જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે રાશા થડાનીએ આ વર્ષે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ અભિનેત્રીએ ફિલ્મ ‘આઝાદ’થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મમાં તેનું એક ગીત ‘ઓયે અમ્મા’ છે જેમાં તેના નૃત્યના ખૂબ વખાણ થયા હતા.