આમચી મુંબઈ

ભિવંડીની રેસ્ટોરાંમાં સેક્સ રેકેટ: ત્રણની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલી રેસ્ટોરાંમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમે શુક્રવારે રાજનોલી ગામમાં આવેલી રેસ્ટોરાંમાં રેઇડ પાડી હતી અને બે મહિલા સહિત ત્રણને પકડી પાડ્યાં હતાં.

રેઇડ દરમિયાન ત્યાંથી સગીરા સહિત ચારનો છુટકારો કરાવવામાં આવ્યો હતો, જેમને ત્યાર બાદ ઉલ્હાસનગર ખાતેના શાંતિવન મહિલા સુધારગૃહમાં મોકલી અપાયા હતા, એમ સિનિયર ઇન્સ્પેક્ટર ચેતના ચૌધરીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: નવી મુંબઈમાં સેક્સ રેકેટનો પર્દાફાશ: આઠ વિદેશી મહિલાનો છુટકારો

આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ અને ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button