આમચી મુંબઈ

13.37 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: પાંચની ધરપકડ…

મુંબઈ: પોલીસે મુંબઈ અને નવી મુંબઈથી પાંચ લોકોને પકડી પાડી 13.37 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
ચેમ્બુરના આરસીએફ પોલીસ સ્ટેશનની હદમાં 19 માર્ચ, 2025ના રોજ પેટ્રોલિંગ દરમિયાન એક વ્યક્તિને 4.5 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવી હતી. આ પ્રકરણે ગુનો દાખલ કરાયા બાદ એ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ડ્રગ્સ વેચનારા અન્ય આરોપીઓ વિશે માહિતી મળી હતી.

દરમિયાન એન્ટિ નાર્કોટિક્સ સેલ (ઝોન-6), આરપીએફ પોલીસ અને એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા તાજેતરમાં દક્ષિણ મુંબઈમાંથી 13 કરોડ રૂપિયાનું 6.6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને ચાર જણની ધરપકડ કરી હતી.
પાંચ આરોપીમાંથી ચાર જણ મુંબઈના, જ્યારે એક નવી મુંબઈનો હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસ હવે અન્ય ફરાર આરોપીઓની શોધ ચલાવી રહી છે.

આપણ વાંચો : બાન્દ્રા અને જોગેશ્વરીમાં 4.32 કરોડનું ડ્રગ્સ જપ્ત: નાઈજીરિયન સહિત ચારની ધરપકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button