ગુજરાતમાં ડિપ્લોમા-ડિગ્રીની 20,000 બેઠક ખાલી રહેશે: એન્ટ્રન્સ ટેસ્ટમાં ઓછા ગુણ ચિંતાનો વિષય…

અમદાવાદઃ ગુજરાતમાં હાલ એડમિશનની સીઝન ચાલી રહી છે. રાજ્યમાં ડિપ્લોમાથી ડિગ્રીમાંથી પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે 39,000 સીટ ફાળવવામાં આવી છે. વિવિધ સંસ્થામાં મળીને 19,500 સીટ ભરાઈ છે. ચિંતાજનક વાત એ છે કે આશરે 10,000 વિદ્યાર્થીઓને ક્વોલિફાઈિંગ ટેસ્ટમાં 200માંથી 50 કરતાં ઓછા માર્ક આવ્યા છે. અત્યાર સુધીમાં 20,132 રજિસ્ટ્રેશન થયા છે. જેમાંથી ડિગ્રી એન્જિનિયરિંગ માટે 19,391 સીટ અને એન્જિનિયરિંગ માટે 217 સીટનું રજિસ્ટ્રેશન કન્ફર્મ કર્યું છે. 10,500 એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ 200માંથી માત્ર 50 ગુણ જ મેળવ્યા છે.
ફાર્મસીની હાલત દયનીય
19 એપ્રિલે 33 જિલ્લાના 56 સ્થળો પર 39,500 એન્જિનિયરિંગ પોઝિશન અને 1400 ફાર્મસી પ્લેસ માટે એન્ટરન્સ એક્ઝામ લેવામાં આવી હતી. એન્જિનિયરિંગમાં સર્વોચ્ચ સ્કોર 195 અનને ફાર્મસીમાં 162.5 હતો. ચોંકાવનારી વાત એ હતી કે એકપણ ફાર્મસી વિદ્યાર્થી 175થી વધુનો સ્કોર કરી શક્યા નહોતા. માત્ર 4 વિદ્યાર્થીનો 150 થી 175 સ્કોર હતો.
સરકારે ગત વર્ષથી ડિપ્લોમા ટુ ડિગ્રી પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લાગુ કરી હતી. આ વખતે જૂના વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આપવાની અને રેગ્યુલર પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવાની તક આપવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ 2 હજાર જેટલા વધ્યા હતા. ગત વર્ષે 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ હતા ત્યારે આ વર્ષે 20,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
આપણ વાંચો : કરિયર : નોકરીના મામલે ડિગ્રી પર ભારી પડતા ડિપ્લોમા…