ઇન્ટરનેશનલ

ઈઝરાયલ VS હમાસઃ ઈઝરાયલમાં આની ડિમાન્ડ વધી ગઈ, લાઈસન્સ માટે આટલી અરજી

રફાહ (ગાઝા પટ્ટી): ઈઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ ધીમે ધીમે વકરી રહ્યું છે, પરંતુ તેનો અંત નજીકમાં જોવા મળતો નથી. ઈઝરાયલમાં સાતમી ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈઝરાયલમાં શસ્ત્રોની ડિમાન્ડમાં વધારો થયો છે.
હમાસના હુમલામાં 1,400 લોકો જેટલાના મોત થયા છે, જ્યારે ઘરોમાં ઘૂસીને હમાસના આતંકવાદીઓ લોકોને મારી રહ્યા છે, ત્યારે લોકો પોતાની સુરક્ષા વધારવા માટે હથિયારો માટે અરજી કરી છે. છેલ્લા અઢાર દિવસમાં એક લાખથી વધુ લોકોએ શસ્ત્ર-બંદૂકના લાઈસન્સ માટે અરજી કરી છે, એમ રાષ્ટ્રીય સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક દિવસોમાં ૪૦૦ હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં હમાસનાં કમાન્ડર તૈસીર મુબાશર સહિત અનેક ત્રાસવાદી માર્યા ગયા હતા. તેઓ નાગરિકોને નિશાન બનાવતું નથી અને હમાસના આતંકવાદીઓ તેમના હુમલાઓ માટે ઢાલ તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે. હમાસે જણાવ્યું હતું કે ઇઝરાયલે ગાઝા પર કરેલા ૪૦૦ હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછા ૭૦૪ લોકો માર્યા ગયા છે, એમ ઈઝરાયલે જણાવ્યું હતું.

હમાસના આતંકવાદીઓને માર્યા હતા, કારણ કે તેઓ ઇઝરાયલમાં રોકેટ હુમલા કરવાની તૈયારી કરી રહ્યા હતા. એમણે આતંકવાદીઓનાં કમાન્ડ સેન્ટર અને હમાસ ટનલ શાફ્ટ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલે એક દિવસ અગાઉ ૩૨૦ હવાઈ હુમલા કર્યાં હોવાની જાણ કરી હતી. પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ યુદ્ધની શરૂઆતથી ઇઝરાયલ પર ૭૦૦૦થી વધુ રોકેટ છોડ્યા છે, એમ ઈઝરાયલે જણાવ્યું હતું.

દરમિયાન ઇઝરાયલના સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ માહિતી આપી હતી કે ગાઝા શહેર અને તેની આસપાસ જ્યાં હમાસ તેના આતંકવાદી માળખાનું નિર્માણ કરી રહ્યું છે અને તેના સૈનિકોને ગોઠવી રહ્યું છે ત્યાં અમે બળપૂર્વક હુમલો કરવાનું ચાલુ રાખીશું. તેણે ફરીથી પેલેસ્ટાઈનીઓને કહ્યું કે તમારી અંગત સુરક્ષા માટે દક્ષિણ તરફ કૂચ કરો.
ઇઝરાયલી સૈન્યએ ગાઝામાં પેલેસ્ટિનિયનોને બંધકોના ઠેકાણા અંગે માહિતી જાહેર કરવા માટે પત્રિકાઓ ફેંકી હતી. બદલામાં, સૈન્યએ માહિતી આપનારના પરિવાર માટે ઈનામ અને રક્ષણનું વચન આપ્યું હતું. મંગળવારે સમગ્ર ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હવાઈ હુમલાએ અનેક રહેણાંક મકાનો તોડી નાખ્યા હતા. ઇઝરાયલ કહે છે કે હુમલા દરમિયાન ગાઝા લઈ જવામાં આવેલા બસોથી વધુ લોકોમાં સામેલ બે વૃદ્ધ ઇઝરાયેલી મહિલાઓને સોમવારે હમાસે મુક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button