RSS અને અમારી પાર્ટીની વિચારધારા વચ્ચે જમીન આસમાનનો તફાવતઃ ઓવૈસી
ભાજપની 'બી' ટીમના આરોપો અંગે એઆઈએમઆઈએમના પ્રમુખે સ્પષ્ટતા કરી

નવી દિલ્હીઃ પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂરને લઈ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સતત ચર્ચામાં છે, તેમાંય આતંકવાદને પોષનારા પાકિસ્તાનની હરકતોને વખોડી નાખી છે. પાકિસ્તાન સામેની લડાઈમાં કેન્દ્ર સરકારને જાહેરમાં સમર્થન આપનારા અને ભાજપની બી ટીમ માટે ઓવૈસી કામ કરી રહ્યા હોવાના આરોપો મુદ્દે આજે ઓવૈસીએ કેન્દ્ર સરકાર, આરએસએસની સાથે વિપક્ષની વિચારધારા અંગે પહેલી વાર જાહેરમાં વાત કરી હતી.
એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એક ઈન્ટરવ્યૂમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સહિત કોંગ્રેસ પાર્ટીની નીતિની ટીકા કરી હતી. આરએસએસ મુદ્દે ઓવૈસીએ કહ્યું કે આરએસએસ બહુલવાદનો અંત લાવવા માટે ધર્મ આધારિત ભારતનું નિર્માણ કરવા ઈચ્છે છે. સંઘ અને પોતાની પાર્ટીની વિચારધારા એ દરિયાના બે અલગ અલગ કિનારા સમાન છે. અલબત્ત, સંઘ અને પાર્ટી (એઆઈએમઆઈએમ)ની વિચારધારામાં જમીન આસમાનનો તફાવત છે.
આરએસએસ અને મોહન ભાગવત પર કર્યાં પ્રહાર
ઓવૈસીએ મોહન ભાગવત વિશે કહ્યું હતું કે જે લોકો કોર્ટેમાં કેસ કરી રહ્યાં છે, તે દરેક આરએસએસ અને તેના વડા મોહન ભાગવતના સમર્થકો છે અને તમને જો (સરકાર ખોટી છે) તો તાત્કાલિક રોકવા જોઈએ, પરંતુ આ બધુ તમારી મંજૂરીને કારણે થઈ રહ્યું છે. ઓવૈસી કહ્યું હતું કે આરએસએસની ‘ભ્રમના સિદ્ધાંત’ સાથે સરખામણી કરી હતી. હું આરએસએસની વિચારધારાને જાણું છું.
મોદી વિરોધી મતોમાં ગાબડું પાડવાની વાતોને નકારી
ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું હતું કે દેશમાં ભાજપ સતત ચૂંટણી જીતી રહ્યું છે, કારણ કે વિપક્ષ નિષ્ફળ રહ્યું છે. ભાજપે હિંદુ મતોને પોતાના પક્ષમાં કર્યા છે. મોદી વિરોધી મતોમાં ગાબડું પાડ્યું હોવાના આરોપોને પણ તેમણે ફગાવ્યા હતા. ચૂંટણીમાં લડવા અંગે પણ કહ્યું હતું કે 2024ની સંસદયી ચૂંટણીમાં હૈદરાબાદ, ઔરંગાબાદ, કિશનગંજ અને અન્ય બેઠકો પર ચૂંટણી લડતો હોઉં અને ભાજપને 240 બેઠક મળે તો શું હું જવાબદાર છું એવો સવાલ પણ કર્યો હતો.
આપણ વાંચો: પાકિસ્તાન માટે જાસૂસી કરનારી જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછમાં થયા મોટા ખુલાસા
ભાજપની બી ટીમના આરોપોને પણ ફગાવ્યા
ભાજપ સત્તામાં છે તેના પર ઓવૈસીએ એ કહ્યું હતું કે વિપક્ષ (કોંગ્રેસ) નિષ્ફળ છે. ભાજપ ચૂંટણીઓ જીતી રહ્યું છે, કારણ કે લગભગ પચાસ ટકા હિંદુ મતો પોતાના પક્ષમાં કરી લીધા છે. કોંગ્રેસને દોષારોપણ અને ભાજપની બી ટીમ કહેવા અંગે ઓવૈસીએ કહ્યું હતું કે તેમને દોષી ઠેરવવા અને ભાજપની બી ટીમ કહેવાની કોશિશ એ બીજું કાંઈ નહીં, પરંતુ વિપક્ષનો તેમના પક્ષ પ્રત્યેનો દ્વેષ હતો, કારણ કે તેમની પાર્ટી ખાસ કરીને મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે એવો દાવો કર્યો હતો. કોંગ્રેસ જેવા વિપક્ષી પક્ષોએ ઓવૈસીના હૈદરાબાદ ક્ષેત્રના તેમના ગઢની બહાર તેમની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીને વિસ્તૃત કરવાના પ્રયાસોની મજાક ઉડાવી હતી, જેથી કોંગ્રેસ પાર્ટી મોટા ભાગે મુસ્લિમ મતો છીનવીને ભાજપને ફાયદો કરાવી રહી છે.
મુસ્લિમોની ભાગીદારી અંગે કરી વાત
મુસ્લિમ લોકો વિશે વાત કરતા ઓવૈસીએ કહ્યું હતું કે રાજકીટ પક્ષો મુસ્લિમનો માત્ર વોટબેંક તરીકે જ જુએ છે. કોઈ પણ રાજકીય પાર્ટી નથી ઈચ્છતી કે મુસ્લિમો રાજકારણમાં આવે અને રાજકીય અવાજ બને. દરમિયાન કોંગ્રેસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેઓ બસપા (બહુજન સમાજવાદી પાર્ટી), સમાજવાદી પાર્ટી (સપા) અને ભાજપ સહિત વિપક્ષનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે યાદવ નેતા બનશે, મુસ્લિમો ભિખારી બનશે. ઉચ્ચ જાતિના લોકો નેતા બનશે, પણ મુસ્લિમો ભિખારી બનશે. મને કહો કે આ કેટલું વાજબી છે? ઓવૈસીએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે ભારતનું નિર્માણ કરનારા ઘડવૈયાઓએ સહભાગી એટલે સથવારાવાળી લોકશાહીનું નિર્માણ કર્યું હતું, પરંતુ મુસ્લિમોની ભાગીદારી ક્યાં એવો પણ સવાલ કર્યો હતો.