ટોપ ન્યૂઝનેશનલ

હૈદરાબાદના ગુલઝાર હાઉસ નજીકની બિલ્ડિંગમાં ભીષણ આગ, 17 લોકોના મોત અનેક ઘાયલ

હૈદરાબાદ: તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં આગની મોટી દુર્ઘટના સર્જાઇ છે. મળતી માહિતી મુજબ ચારમીનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં બાળકો સહિત 17 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ આગની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના રવિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય

જોકે, આ દરમિયાન વડા પ્રધાન કાર્યાલયે આ આગની ઘટના અને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ એક્સ પર લખ્યું છે કે, તેલંગાણાના હૈદરાબાદમાં આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમજ ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

આ આગ એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ પ્રકાશમાં આવ્યું છે. ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જયારે આગની ઘટનામાં ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે 10 એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. જોકે આગમાં હજુ પણ 8 લોકોને ફસાયા છે.

આપણ વાંચો:  ઘોર કળિયુગ! રૂપિયા માટે દીકરીનો સોદો? 30 વર્ષના યુવક સાથે 12 વર્ષની કિશોરીને પરણાવી

કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડી ઘટના સ્થળે

આ ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જી કિશન રેડ્ડી અને તેલંગાણાના મંત્રી પોન્નમ પ્રભાકર ચારમીનાર નજીક ગુલઝાર હાઉસ પહોંચ્યા હતા. આ ઉપરાંત ચારમીનાર મતવિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય, AIMIM નેતા મુમતાઝ અહેમદ ખાન પણ ઘટનાસ્થળે હાજર છે.

ત્રણ બાળકો સહિત 14 લોકોનોને બચાવાયા

ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, ચાર પરિવારોના અનેક લોકો હજુ પણ ઇમારતમાં ફસાયેલા છે. અત્યાર સુધીમાં જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં ત્રણ બાળકો સહિત 14 લોકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગમાં 30 થી વધુ લોકો રહેતા હતા. તેમાંના મોટાભાગના ભાડૂઆત હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button