નેશનલ

ઘોર કળિયુગ! રૂપિયા માટે દીકરીનો સોદો? 30 વર્ષના યુવક સાથે 12 વર્ષની કિશોરીને પરણાવી

કૌશામ્બી, બિહારઃ બિહારમાં ફરી એક ચોંકાવનારી ઘટના બની છે. બિહારના એક ગામમાં માત્ર 12 વર્ષની કિશોરીને વેચાવાની ઘટના પ્રકાશમાં આવી છે. રૂપિયા માટે માતા-પિતાએ પોતાની દીકરીને રાજસ્થાનના એક યુવક સાથે પરણાવી દીધી હતી. 12 વર્ષની કિશોરીના લગ્ન 30 વર્ષના યુવક સાથે કરાવી દીધા હતા. જોકે, કિશોરીએ 30 યુવક સાથે જવાની ના પાડી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેથી પોલીસે કિશોરીને સુરક્ષિત સ્થાન મોકલી અને આગળની તપાસ હાથ ધરી દીધી છે.

12 વર્ષની કિશોરીના 30 વર્ષના યુવક સાથે લગ્ન કરાવી દીધા!

ઘટનાની વાત કરવામાં આવે તો, બિહારના સૈની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગામમાં આ બનાવ બન્યો છે. 12 વર્ષની કિશોરી સાથે લગ્ન કરીને યુવક પાછો રાજસ્થાન જઈ રહ્યો હતો. ત્યારે કૌશામ્બી જિલ્લાના એક ઢાબામાં તેઓ જમાવા માટે રોકાયા હતા. આ દરમિયાન કિશોરીએ યુવક સાથે જવાની ના પાડી દીધી હતાં. કિશોરીઓ આરોપ લગાવ્યો છે કે, તેના માતા-પિતાએ એક દલાલના માધ્યમથી તેના લગ્ન રાજસ્થાનને આ 30 વર્ષના મનોહર નામના યુવક સાથે કરાવીને સોદો કર્યો હતો. જેમાં વરરાજા પાસેથી દોઢ લાખ રૂપિયા લેવામાં આવ્યા અને તેના લગ્ન બળજબરીથી કરાવવામાં આવ્યા છે. કિશોરીએ આરોપ લગાવ્યો છે કે, તેના માતા પિતાએ તેને 1.5 લાખમાં વેચી દીધી છે.

આપણ વાંચો:  હોટલને 1 રૂપિયો જીએસટી વસુલવો મોંધો પડયો, ગ્રાહકને 8001 રૂપિયા ચૂકવવા આદેશ

માતા-પિતાએ રૂપિયાની લાલચે કિશોરીના લગ્ન કરાવ્યાં

આ સમગ્ર મામલે વિવાદ શરૂ થયો ત્યારે ઢાબાના કર્મચારીઓએ કિશોરીની સ્થિતિ જોઈને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસે જ્યારે કિશોરી સાથે પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે, તેના માતા-પિતાએ તેના લગ્ન રૂપિયાની લાલચે દલાલના માધ્યમથી કરાવ્યાં છે. યુવક પર પણ આરોપ લગાવ્યો છે કે,તેણે લગ્ન માટે દલાલને 1.5 લાખ રૂપિયા આપ્યાં છે. જેથી પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા કાર્યવાહી શરૂ કરી છે.

12 વર્ષીય કિશોરીનો આરોપ છે કે, આ મનોહર નામનો યુવક તેને બળજબરીથી રાજસ્થાન લઈ જઈ રહ્યો હતો. કિશોરી જેમતેમ કરીને સૈની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અટસરાય ગામ પાસેના એક ઢાબા પાસે ઉતરી ગઈ અને વિવાદ શરૂ કર્યો હતો. આ દરમિયાન જ્યારે યુવક તેને પોતાની સાથે લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે કિશોરી રોવા લાગી અને સાથે જવાની ના પાડી દીધી હતી. જેથી આ સમગ્ર મામલે ઢાબા સંચાલકોએ પોલીસને બોલાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button