
શ્રી હરિકોટા : ભારતની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવનાર EOS-09 સેટેલાઇટનું લોન્ચિંગ તકનીકી ખામી સર્જાતાં નિષ્ફળ રહ્યું છે. ઇસરો આજે EOS-9 સેટેલાઈટ લોન્ચ કરવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ તે નિષ્ફળ ગયું. ઈસરોએ શરૂઆતમાં પીએસએલવીમાં ટેકનિકલ ખામીને લોન્ચ નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. જોકે, હવે આટલું મહત્વપૂર્ણ મિશન નિષ્ફળ ગયું તે શોધવા માટે મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મિશનના વિશ્લેષણ પછી અમે પરત આવીશું.
આ અંગે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે PSLV-C61 થી સેટેલાઇટ લોન્ચિંગ વખતે ઇસરોના વડા વી નારાયણને કહ્યું હતું કે, ત્રીજા તબક્કાની કામગીરી દરમિયાન અમે અવલોકન કર્યું કે મિશન પૂર્ણ થઈ શક્યું નથી. વિશ્લેષણ પછી અમે પરત આવીશું.
ઇસરોએ પીએસએલવીથી સેટેલાઇટ લોન્ચ કર્યો
ઇસરોએ શ્રી હરિકોટાથી PSLV-C61 ને EOS-09 સેટેલાઈટ સાથે લોન્ચ કર્યો. જેને દેશની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જો કે તેની બાદ માહિતી મળી કે લોન્ચિંગ ફેલ થયું છે. જેમાં બીજા તબક્કા સુધી લોન્ચિંગ સફળ થયું હતું. પરંતુ ત્રીજા તબક્કાના અવલોકનમાં મિશન પૂર્ણ થઈ શક્યું નહિ.
ઇસરોનો EOS-09 સેટેલાઇટ લોન્ચ કરવા પાછળનો હેતુ
ઇસરોનો EOS-09 સેટેલાઇટ લોન્ચ કરવા પાછળનો હેતુ દેશની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાનો છે. EOS-09 ખાસ કરીને આતંકવાદ વિરોધી કામગીરી, ઘૂસણખોરી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓ શોધવા માટે બનાવવામાં આવ્યું હતું. આ સેટેલાઈટ વાદળોની પાછળથી પણ તસવીર લેવાની અને સપાટી સુધી જોવાની ક્ષમતા ધરાવે છે.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે ભરતી પ્રક્રિયામાં જાતિ પ્રમાણપત્ર મુદ્દે આપ્યો આ મહત્વનો આદેશ
EOS-09 એ સેટેલાઇટના સમૂહનો એક હિસ્સો
ઉલ્લેખનીય છે કે, લોન્ચ પૂર્વે ડબલ્યુ સેલ્વામૂર્તિએ ઉપગ્રહના લોન્ચ માટે ઇસરોના વૈજ્ઞાનિકો, ટેકનિશિયનો અને અવકાશ સંગઠન સાથે સંકળાયેલા ઉદ્યોગોને અભિનંદન આપ્યા હતા. સેટેલાઇટના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે EOS-09 એ સેટેલાઇટના સમૂહનો એક હિસ્સો છે.જેનો ઉપયોગ કૃષિ, વનીકરણ, આપત્તિ વ્યવસ્થાપન અથવા તો વ્યૂહાત્મક અને લશ્કરી કાર્યક્રમોમાં પણ થઈ શકે છે.