
મુંબઈઃ બોલિવુડના પીઢ પટકથા લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે ફરી એકવાર તે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. જાવેદ અખ્તરે એક પુસ્તક વિમોચન (Book Launch) કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે, જો તેમની પાસે પાકિસ્તાન અને નર્ક આ બન્નેમાંથી કોઈ એક જગ્યાએ જવાનું હોય તો તેઓ નર્કમાં જવાનું પહેલા પસંદ કરશે. આડકરતી રીતે જાવેદ અખ્તરે પાકિસ્તાનને નર્ક કરતા પણ વધારે ખરાબ ગણાવ્યું છે. જોકે, પાકિસ્તાનની હરકતો પણ એવી જ છે.
પાકિસ્તાનને નર્ક કરતા પણ વધારે ખરાબ ગણાવ્યું
આ દરમિયાન જાવેદ અખ્તરે એવું પણ કહ્યું હતું કે, તેમને ભારત અને પાકિસ્તાન બન્ને દેશોમાંથી ગાળો પડે છે. વધુંમાં કહ્યું કે, ‘મને જે પણ કઈ મળ્યું છે તે, અહીંથી જ મળ્યું છે. મુંબઈ મહારાષ્ટ્રની કર્મભૂમિ છે જ્યાંથી મને આટલું મળ્યું છે. હું ફક્ત સાડા 19 વર્ષનો હતો ત્યારે મુંબઈ આવ્યો હતો, આજે હું જે કંઈ પણ બન્યો છું, મેં જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે, જ્યાં પણ પહોંચ્યો છું, આ બધું મુંબઈ, મહારાષ્ટ્રની કર્મભૂમિ છે’. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જાવેદ અખ્તરના નિવેદનોની ખૂબ ચર્ચા થઈ હતી.
તરફી વાત કરો તો કેટલાક લોકો નારાજ રહેવાનાઃ જાવેદ અખ્તર
પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જાવેદ અખ્તરે કહ્યું કે, જો તમે એક તરફી વાત કરી રહ્યાં છો તો કેટલાક લોકો તમારાથી નારાજ રહેવાના છે. જાવેદ અખ્તરે કહ્યું મને સોશિયલ મીડિયામાં અનેક લોકો અપશબ્દો અને ધમકીઓ આપતા હોય છે. નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા જાવેદ અખ્તર રાજકીય અને સમકાલીન મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે. આથી કેટલાક લોકો તેમના ચાહકો છે તો કેટલાક નારાજ પણ રહેતા હોય છે. પરંતુ ભારત પાકિસ્તાનની વાત આવે ત્યારે જાવેદ અખ્તર પાકિસ્તાને ખરીખોટી સંભળાવી દેતા હોય છે.
ઓપરેશન સિંદૂરથી લીધો પહલગામ આતંકવાદી હુમલાનો બદલો
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ મામલે પણ જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા દ્વારા પોતાના નિવેદનો આપ્યાં હતાં. પાકિસ્તાનની દરેક બાજુથી આલોચના થઈ રહી છે. ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. પહલગામ આતંકવાદી હુમલાનો ઓપરેશન સિંદૂરથી બદલો પણ લીધો છે. એટલું જ નહીં પરંતુ આતંકવાદ સામે ભારતનું ઓપરેશન સિંદૂર યથાવત રહેશે તેવું ભારતીય સેના અને વડાપ્રધાને પણ કહ્યું હતું.
આ પણ વાંચો….Bad news: હેરાફેરી-3માં નહીં હોય પરેશ રાવલ, આ કારણે ફિલ્મ છોડવાનો લીધો નિર્ણય