ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં બે જેહાદીઓ નિમણૂક! બન્નેનો આતંકી સંગઠન સાથે સંબંધ

વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના વહીવટીતંત્રમાં બે જેહાદીઓને સામેલ કરવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ટ્રેમ્પના વહીવટીતંત્રે વહીવટીતંત્રે ઇસ્લામિક જેહાદી સંગઠનો સાથે કથિત રીતે સંબંધો ધરાવતા બે વ્યક્તિને વ્હાઇટ હાઉસ સલાહકાર બોર્ડ ઓફ લેય લીડર્સ (White House Advisory Board of Lay Leaders)માં નિયુક્ત કર્યા છે. તેમાંથી એકનું નામ છે ઇસ્માઇલ રોયર છે. ઇસ્માઇલ રોયર પહેલા રેન્ડેલ રોયર નામથી ઓળખાતો હતો. જ્યારે બીજો જેહાદી છે તેનું નામ શેખ હમઝા યુસુફ છે. શેખ હમઝા યુસુફ એક પ્રખ્યાત મુસ્લિમ વિદ્વાન અને ઝાયતુના કોલેજના સહ-સ્થાપક છે.

આતંકવાદીને વ્હાઇટ હાઉસ સલાહકાર બોર્ડમાં સામેલ કેમ કર્યો?

પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, આખરે ટ્રમ્પના વહીવટીતંત્રે આ બે જેહીદાને સા માટે વ્હાઇટ હાઉસ સલાહકાર બોર્ડ ઓફ લેય લીડર્સમાં સામેલ કર્યા છે? કારણે ઇસ્માઈલ રોયરનો પાકિસ્તાનાના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સીધો સંબંધ હોવાનું પણ ચર્ચાય છે. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે, ઇસ્માઈલ પર 2000માં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયાબના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તેવામાં આ નિયક્તિ ભારત જ નહીં પરંતુ વિશ્વભરના દેશો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

ઇસ્માઈલ રોયરની નિમણૂક એક પ્રકારનું ગાંડપણઃ લારા

ટ્રમ્પના આ વલણ મામલે અમેરિકામાં પણ લોકો નારાજ તો છે, અમેરિકામાં દક્ષિણપંથી કાર્યકર્તા લારા લૂમરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઇસ્માઈલ રોયરની નિમણૂક એક પ્રકારનું ગાંડપણ છે. કારણે કે તેણે આતંકી સંગઠનના કેમ્પમાંથી તાલિમ મેળવી છે અને કાશ્મીરમાં ભારતીય સ્થળો પર ગોળીબાર જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આખરે ટ્રમ્પનું વહીવટીતંત્ર જ નબળું છે કે, પછી ટ્રમ્પ ખૂદ આંખ આડા કાન કરી રહ્યાં છે?

ઇસ્માઈલને અમેરિકન કોર્ટે 20 વર્ષની સજા કરી હતી

અમેરિકાના એક કોર્ટે આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે ઇસ્માઈલને 20 વર્ષની સજા સંભળાવી હતી. કારણ કે, તે વર્જિનિયા જેહાદી નેટવર્ક સાથે જોડાયેલો હતો. એટલું જ નહીં પરંતુ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુદ ઇસ્માઈલ રોયરે એ વાત માની હતી કે, તેને લશ્કરના લોકો ગમ્યા હતા’. ઇસ્માઈલ રોયર આતંકવાદી છે તેના અનેક પુરાવા હોવા છતાં પણ તેને ટ્રમ્પના વહીવટીતંત્રે વ્હાઇટ હાઉસ સલાહકાર બોર્ડ ઓફ લેય લીડર્સમાં સામેલ કર્યો છે.

ઝાયતુના કોલેજમાં શરિયા કાયદો શીખવાડે છેઃ લારા લૂમર

લારા લૂમરે શેખ હમઝા યુસુફ મુદ્દે પણ સવાલ કર્યો છે. લારાએ એવો દાવો કર્યો છે કે, શેખ હમઝા યુસુફ મુસ્લિમ બ્રધરહુડ અને હમાસ જેવા સંગઠનો સાથે સંકળાયેલો છે. એટલું જ નહીં પરંતુ ઝાયતુના કોલેજમાં શરિયા કાયદો શીખવવામાં આવે છે અને આ સંસ્થા ઇસ્લામિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપે છે તેવો આરોપ પણ લારા લૂમરે લગાવ્યો છે. જો કે, આ બાબતે વ્હાઇટ હાઉસ દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો….ટ્રમ્પે એનઆરઆઈનું વધાર્યું ટેન્શનઃ હવે પૈસા મોકલવાનું મોંઘું થશે, જાણો નવો પ્રસ્તાવ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button