આજે વર્લ્ડ હાયપરટેન્શન ડેઃ જાણો ડેશ ડાયેટ વિશે અને બચો આ લાઈફસ્ટાઈલ ડિસિઝથી…

હેલ્થ અપડેટઃ આજે 17મી મે એટલે કે વર્લ્ડ હાયપરટેન્શન ડે છે. આજના દિવસે લોકોને હાઈ બ્લડ પ્રેશર એટલે હાયપરટેન્શન વિશેની સમજ આપવામાં આવે છે. સૌ પ્રથમ 14મી મે 2005માં વલ્ડે હાઇપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે બાદ 2006થી આ દિવસની ઉજવણી 17 મેના રોજ કરવામાં આવે છે. અનહેલ્ધી ડાયેટ તમારા શરીરમાં અનેક પ્રકારના રોગનો આમંત્રણ આપે છે. પ્રોસેસ્ડ ફૂડ, ડીપ ફ્રાઇડ અને વાસી ખોરાક ખાવાથી પણ સ્વાસ્થ્યને લગતી અનેક બીમીઓ થાય છે. ખાવાપીવાની સાથે સાથે તમારા લાઈફસ્ટાઇલનું પણ ખાસ ધ્યાન રાખવું અનિવાર્ય છે. સૌથી વધારે ધ્યાન ભોજન પર આપવાની જરૂર છે. અત્યારના સમયમાં સંશોધકો અને નિષ્ણાતો ડેશ ડાયેટ પર વધારે ભાર મુકે છે. તો ચાલો જાણીએ કે, શું છે આ ડેશ ડાયેટ અને તેના શું ફાયદા થયા છે.
આખરે શું કામ ડેશ ડાયેટ કરવી જોઈએ?
ડેશ ડાયેટ એ હેલ્ધી ડાયેટ છે, જેના કારણે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખીને સ્વાસ્થ્યમાં સુધાર આવે છે. ડેશ એક પ્રકારે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટેનો એક આહાર છે, જેનું પૂર્ણ સ્વરૂપ ડાયેટરી એપ્રોચેસ ટુ સ્ટોપ હાઈપરટેન્શન છે. એટલું જ નહીં પરંતુ ડેશ એ હૃદય રોગ સાથે સંકળાયેલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તે લો-ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ડેશ આહારમાં શાકભાજી, ફળો અને આખા અનાજ પર આધારિત છે. તેમાં ડેરી ઉત્પાદનો, માછલી, મરઘાં, કઠોળ અને બદામનો પણ સમાવેશ થાય છે.
હાઈ બ્લડ પ્રેશરને ડેશ ડાયેટ કેવી રીતે નિયંત્રિત કરે છે?
ડેશ ડાયેટ સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલને સીમિત એટલે કે મર્યાદિત કરે છે. ડેશ ડાયેટમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં માટે પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવા પર ભાર મૂકે છે. પ્રોટીન અને ફાઇબર ઉપરાંત તેમાં મુખ્યત્વે પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, પ્રોટીન અને ફાઇબર જેવા ખનિજો હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડેશ ડાયેટમાં પ્રતિ દિન મીઠાનું પ્રમાણ 2300 મિલિગ્રામ સુધી મર્યાદિત રાખે છે. જે 1 ચમચી ટેબલ સોલ્ટમાં રહેલા સોડિયમ બરાબર હોય છે.
ડેશ ડાયેટ દરમિયાન શું ખાવું જોઈએ?
ડેશ ડાયેટમાં ભોજન એક સિમિત માત્રામાં ખાવાનું હોય છે. કારણે કેસ તમારી ભાજન આપણા હ્રદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું છે. ખાસ મહત્વનું એ કે, આમાં ભોજન અને પ્રવાહી સાથે ના લઈ શકાય. ભોજનની વાત કરવામાં આવે તો, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર, સંતૃપ્ત ચરબી ઓછી અને મીઠું ઓછું હોય તેવા ખોરાકનો સમાવેશ થાય છે.
Dash ડાયેટમાં સર્વિંગનું મહત્વ કેટલું હોય છે?
રોજ માત્ર 2,000 કેલરી જેટલું જ ભોજન લેવું જોઈએ દિવસમાં 6 થી 8 સર્વિંગમાં અનાજનો સમાવેશ થાય છે.
એક સર્વિંગમાં ૧ કપ કાચા લીલા પાંદડાવાળા શાકભાજી, 1/2 કપ સમારેલા કાચા કે રાંધેલા શાકભાજી અથવા 1/2 કપ શાકભાજીનો રસ હોય છે. ફળોને દિવસના 4થી 5 સર્વિગમાં સામેલ કરી શકાય છે. જેમાં એક મધ્યમ કદના ફળ અથવા 1/2 કપ ફળોનો રસનો સમાવેશ થાય છે. ચરબી રહિત અથવા ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો જે દિવસમાં 2 થી 3 સર્વિંગ દરમિયામ લેવા જોઈએ, તેમાં એક સર્વિંગ 1 કપ દૂધ અથવા દહીં, 1 ચમચી કોટેજ ચીઝ છે.
ચરબી પર કંટ્રોલ રાખવા શું કરવું?
ડ્રાયફ્રુટ્સ, બીજ અથવા કઠોળ અને વટાણા: અઠવાડિયામાં 4 થી 5 સર્વિંગ, એક સર્વિંગમાં 1/3 કપ ડ્રાયફ્રુટ્સ, 2 ચમચી પીનટ બટર, 2 ચમચી બીજ અથવા 1/2 કપ રાંધેલા સૂકા કઠોળ અથવા વટાણાનો સમાવેશ થાય છે. દિવસમાં 2 થી 3 સર્વિંગમાં તેલવાળો ખોરાકઃ. એક સર્વિંગમાં 1 ચમચી સોફ્ટ માર્જરિન, 1 ચમચી વનસ્પતિ તેલ, 2 ચમચી સલાડ ડ્રેસિંગનો સમાવેશ થાય છે. મીઠાઈઓ અને ખાંડ વાળા ખોરાકને મર્યાદિત કરવો: અઠવાડિયામાં 5 કે તેથી ઓછા સર્વિંગ. એક સર્વિંગ 1 ચમચી ખાંડ, જેલી અથવા જામ, 1/2 કપ શરબત અથવા 1 કપ લીંબુનું શરબત ડેશ આહાર દારૂ અને ધૂમ્રપાન પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આહાર એક કપથી વધુ કેફીન ન પીવાની ભલામણ કરવામાં આવે છે. તેમાં પ્રોસેસ્ડ ખોરાક ખાવા પર તો સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.