Nita Ambani એ રોહિત શર્મા માટે કહી એવી વાત કે…

ભારતીય ક્રિકેટપ્રેમીઓ અને રોહિત શર્માના ફેન્સ માટે 16મી મેનો દિવસ સોનાના સૂરજ સાથે ઉગ્યો હતો અને એવું હોય પણ કેમ નહીં, ટીમ ઈન્ડિયાને બે બે આઈસીસી ટાઈટલ જિતાડનાર રોહિત શર્માને માન આપતા મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
હવે રોહિત શર્માને લઈને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ પણ એવી વાત કહી છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. નીતા અંબાણી આઈપીએલમાં ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ઓનર છે અને રોહિત શર્મા આજ ટીમથી રમે પણ છે. નીતા અંબાણી અને રોહિત શર્મા બંને જણ એક ખાસ બોન્ડ શેર કરે છે. બંનેને અવારનવાર એક સાથે વાત કરતાં અને ફેમિલી ફંક્શનમાં પણ સાથે સ્પોટ કરવામાં આવ્યા છે.
નીતા અંબાણીએ જણાવ્યું હતું કે ખૂબ ખૂબ શુભેચ્છા રોહિત. જેમ તે આપણે બધા જાણીએ છીએ કે વાનખેડેએ પોતાના લાડલાનું સન્માન કર્યું છે. એ માત્ર તારી યાદોમાં નહીં રહે, પણ તારું નામ યુવાન ખેલાડીઓ માટે એક પ્રેરણા સમાન રહેશે અને તું આ શહેર અને દેશનો દિગ્ગજ ખેલાડી છે.
રોહિત શર્મા ક્રિકેટના બે ફોર્મેટમાંથી ઓલરેડી રિટાયરમેન્ટ એનાઉન્સ કરી દીધું છે અને તે હવે ઓડીઆઈમાં જ રમતો જોવા મળશે. રોહિતે હાલમાં આઈપીએલ-2025માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. રોહિત પહેલાં આ જ ટીમનો કેપ્ટન હતો અને તેણે પોતાની કેપ્ટન્સીમાં ટીમને અનેક વખત ટાઈટલ જિતાડી ચૂક્યો છે.
શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આ રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ધાટન કરવામાં આવ્યું એ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાષ્ટ્રવાદીના શરદ પવાર, રોહિત શર્માના માતા-પિતા તેમ જ પત્ની રીતિકા સજદેહ પણ હાજર રહી હતી. આ સમયે રોહિત શર્માની સાથે સાથે એનસીપી નેતા શરદ પવાર અને પૂર્વ ક્રિકેટર અજિત વાડેકરના નામના પેવેલિયનનું પણ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. એમસીએના અધ્યક્ષ અમિલ કાલેનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું અને તેમના નામની મીડિયા વિન્ડોનું પણ ઉદ્ઘાટન કરાયું હતું.
આપણ વાંચો : વાનખેડેમાં મારા જ નામના સ્ટૅન્ડ સામે રમીને હું જુદા જ આનંદનો અનુભવ કરીશઃ રોહિત…