ઇન્ટરનેશનલનેશનલ

શાંતિ મંત્રણાના એક દિવસ પછી જ રશિયાએ યુક્રેન પર કર્યો હુમલો, 9 લોકોના મોત

કિવ, યુક્રેનઃ તુર્કીયેમાં શાંતિ મંત્રણાના માત્ર એક જ દિવસ બાદ રશિયાએ યુક્રેનમાં અનેક જગ્યાએ હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયન સેનાએ યુક્રેનિયન લશ્કરી છાવણને નિશાન બનાવી હતી, જ્યા યુક્રેનની સેના હથિયારો રાખતી હતી.

આ હુમલાના કારણે અહીં કેટલું નુકસાન થયું તેની તો કોઈ વિગતો સામે નથી આવી પરંતુ રશિયાએ એક બસ પર ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે 9 લોકોના મોત થયાના અહેવાલ છે. જેથી યુક્રેનની પોલીસે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે, આવી રીતે નિર્દોષ લોકોનો જીવ લેવો એ યુદ્ધ ક્રાઈમ છે.

આપણ વાંચો: રશિયાએ યુક્રેન પર છોડી આ ખતરનાક મિસાઈલ, યુદ્ધમાં પહેલીવાર જ થયો ઉપયોગ

તુર્કીયેમાં મળ્યાં હતા યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળો

યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળો તુર્કીયેમાં મળ્યાં હતાં. જો કે, આ દરમિયાન બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અંગે કોઈ સમજૂતી થઈ ન હતી. પરંતુ બન્ને દેશોએ 1000 બંધકોનું છોડવાની વાત પર સમજૂતી કરી હતી.

મહત્વની વાત એ છે કે, બન્ને દેશના પ્રતિનિધિમંડળ નહીં પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તુર્કિયેમાં મુલાકાત કરવાના હતાં. પરંતુ બાદમં પુતિને આખો પ્લાન બદલી દીધો અને પ્રતિનિધિમંડળો શાંતિ બેઠક માટે મળ્યાં હતાં.

આપણ વાંચો: રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર કર્યો હુમલો, સાતના મોત

યુક્રેન પોલીસ દ્વારા હુમલાની તસવીર શેર કરવામાં આવી

રશિયાએ કરેલા હુમલા બાદ અત્યારે યુક્રેનમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ હુમલાના યુક્રેન પોલીસ દ્વારા તસવીર પણ શેર કરવામાં આવી છે.

યુક્રેન પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી તસવીર પ્રમાણે મોટા પ્રમાણમાં બસને નુકસાન પહોંચ્યું છે. જેમાં 9 લોકોનું મોત થયું હોવાનું યુક્રેન પોલીસે કહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો બન્ને દેશા એકબીજા દેશના નિર્દોષ લોકો પર હુમલો કરી રહ્યાં છે.

આપણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ જલ્દી સમાપ્ત થશે? પુતિને પહેલી વાર શાંતિ કરાર માટે તૈયારી બતાવી, જાણો શું કહ્યું

શું અમેરિકા આ બન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવી શકશે?

બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામ અંગે થયેલા ચર્ચાની વાત કરવામાં આવે તો, યુક્રેન યુદ્ધવિરામ કરવા માટે તૈયાર છે. પરંતુ રશિયાએ તેના માટે એક શરત રાખી હતી કે, જો યુક્રેન વિવાદિત સ્થળેથી પોતાની સેના હટાવી લે છે તો યુદ્ધવિરામના વાત આગળ થશે.

પરંતુ અફસોસ કે બન્ને દેશો વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતી ના નથી શકી. આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ આ બન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button