Amitabh Bachchanની આ વાત ક્યારેય નહીં ભૂલે Rekha, કહ્યું તેમણે મને…

બોલીવૂડની ફેશન ડીવા, ઉમરાવજાન ફેમ એક્ટ્રેસ રેખા પોતાની એક્ટિંગની સાથે સાથે 70 વર્ષેય ગ્લેમર અને બ્યુટીના મામલામાં આજની એક્ટ્રેસને ટક્કર આપે છે. રેખાનું નામ આવે એટલે રેખા અને અમિતાભ બચ્ચનની લવસ્ટોરી પણ યાદ આવે જ. રિયલ લાઈફ અને રીલ લાઈફમાં ફેન્સને રેખા અને બિગ બીની જોડી ખૂબ જ પસંદ છે. પરંતુ શું તમને ખબર છે કે બિગ બીની કહેલી એક વાત રેખા આજ દિવસ સુધી ભૂલાવી નથી શક્યા? ખુદ રેખાએ આ વાતનો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું છે આખો મામલો-

અમિતાભ બચ્ચન અને રેખાની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી ફિલ્મ સિલસિલામાં બંનેની લવ સ્ટોરી આજે પણ દર્શકો ભૂલાવી નથી શક્યા. બંનેના અફેયરના કિસ્સા આજે પણ ફેન્સને યાદ છે. 1976માં આવેલી ફિલ્મ દો અનજાનેથી બંને એકદમ ક્લોઝ આવી ગયા હતા. બિગ બી અને રેખાની જોડીએ 70-80ના દાયકામાં અનેક સુપરહિટ ફિલ્મોમાં સાથે સાથે કામ કર્યું હતું. પરંતુ આ બધા વચ્ચે રેખાને આજે પણ બિગ બીએ કહેલી એક વાત યાદ છે અને તેમણે ખુદ આ વાતનો વાતનો ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો: જો રેખાએ એ સમયે મને કહ્યું હોત તો હું જયાજીને ચોક્કસ મનાવી લેત…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા થતાં રેખાને પૂછવામાં આવ્યું કે બિગ બીએ ક્યારેય તમારા વખાણ કર્યા છે કે? જેના જવાબમાં રેખાએ જણાવ્યું હતું જી હા. બિગ બીએ મારા કરેલા વખાણને હું સૌથી ખાસ અને મહત્ત્વના માનું છું, કારણ કે એ મને જીવનભર યાદ રહેશે. હું આજે પણ એમણે કહેલી વાતનું સન્માન કરું છું. અમે લોકોએ જ્યારે સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે અમે ખૂબ જ પ્રભાવશાળી દૌરમાં હતા. મેં મારા કરિયરની શરૂઆતમાં તેમની સાથે 10 ફિલ્મોમાં કામ કર્યું. આટલા વર્ષો એમની સાથે કામ કર્યા બાદ હું એમનાથી કઈ રીતે ઈમ્પ્રેસ ના થાત.

રેખાએ આગળ જણાવ્યું હતું કે તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો એ જ મારા માટે મોટા વખાણ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે તેમણે મને જાણી જોઈને કે અજાણતામાં જ કરેલાં મારા સૌથી મોટા વખાણ એ છે કે તેમણે મને આટલી બધી ફિલ્મોમાં તેમના જેવા મહાન સહ કલાકાર સાથે કામ કરવાની તક આપી.
આ પણ વાંચો: Viral Video: રેખા અને શાહરુખ ખાનને સાથે ડાન્સ કરતાં જોઈને અમિતાભ બચ્ચને આપ્યું આવું રિએક્શન…
અત્રે ઉલ્લેખનીય છે કે રેખા અને અમિતાભ જ્યારે પણ સ્ક્રીન પર સાથે આવતા જ્યારે એક જ અલગ જ માહોલ બની જતો હતો. બંનેના અફેયરની વાતોએ તો એ સમયે બધાને ચોંકાવી દીધા હતા. યશ ચોપ્રાઓ તો આ લવ ટ્રાયેન્ગલ પર જ ફિલ્મ સિલસિલા પણ બનાવી હતી. આજે બંને જણ ભલે પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા હોય, પરંતુ આજે પણ જ્યારે બિગ બીના વાત આવે તો રેખાની આંખોમાં, વર્તનમાં એ પ્રેમ અને આદર ચોક્કસ જોવા મળે છે.