‘સિતારે જમીન પર’ ના બહિષ્કારની માંગ વચ્ચે આમિર ખાનનો દેશ પ્રેમ!, યુઝર્સ કરી રહ્યાં છે ટ્રોલ

મુંબઈઃ આમિર ખાન અત્યારે પોતાની આગામી ફિલ્મ સિતારે જમીન પર નું પ્રમોશન કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. પરંતુ આ ભારત અને પાકિસ્તાનના તણાવ મામલે લોકો તેને પણ ટ્રોલ કરી રહ્યાં છે. ભારતે આતંકી હુમલાનો ઓપરેશન સિંદૂર (Operation Sindoor)થી બદલો લીધો હતો. આ ઓપરેશનના ભારતભરમાં વખાણ થયાં હતાં. પરંતુ બોલિવુડના અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓએ આ ઓપરેશનના વખાણ કર્યા નહોતા. તેમાં આમિર ખાન (Amir Khan)નું નામ પણ સામેલ છે. જેના કારણે લોકો અત્યારે તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યાં છે.
ઓપરેશન સિંદૂર પર મૌન રહેલા આમિર ખાને હવે દેશભક્તિ દેખાડી!
સોશિયલ મીડિયા પર આમિર અને તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ (Siratare Zameen Par)નો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે. આનું કારણ એ છે કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર આમિર ખાન મૌન રહ્યો હતો. હવે ફિલ્મની રિલિઝ પહેલા અભિનેતાએ દેશભક્તિ દેખાડી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોતાના દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રોફાઈલ પર હવે રાષ્ટ્ર ધ્વજનો ફોટો રાખો છે. જેના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું કે, હવે તે (આમિર ખાન) ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
આમિરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ડીપી બદલી નાખ્યી
આમિર ખાનના પ્રોડક્શન હાઉસે (aamir khan production) બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ફેસબુક પર ડીપી બદલી નાખ્યી છે અને તેની સાથે બાયોમાં લખ્યું છે – ‘યહાં અલગ અંદાજ હૈ’. આ વાક્ય લોકો તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ સાથે જોડવામાં આવી રહ્યું છે. જ્યારે દેશભક્તિ દેખાડવાની હતી ત્યારે અભિનેતા મૌન રહ્યો હતો, ક્યાય પણ ભારતના વખાણ કરતી પોસ્ટ નહોતી કરી અને હવે જ્યારે તેની ફિલ્મ રિલિઝ થવાની છે, ત્યારે આમિર દેશભક્તિ દેખાડી રહ્યો છે. જેના કારણે લોકો તેનાથી નારાજ થઈ રહ્યાં છે. હવે પ્રશ્ન એ છે શું આના કારણે તેની ફિલ્મ પર કોઈ અસર થશે?
સિતારે જમીન પર ફિલ્મ 20 જૂને સિનેમાઘરોમાં રિલિઝ થશે
‘સિતારે જમીન પર’ ફિલ્મની વાત કરીએ તો આમિર ખાનની આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલિઝ થયું હતું. આ ફિલ્મ 20 જૂન, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થશે. જેમાં આમિર ખાન સાથે જેનેલિયા ડિસુઝા પણ જોવા મળશે. આ પહેલા આવેલી આમિરની લાલસિંહ ચડ્ડા (Laal Singh Chaddha) ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. જો કે, હવે ‘સિતારે જમીન પર’ પણ વિવાદમાં આવી છે.
આ પણ વાંચો…આમિર ખાનના ચાહકોની આતુરતાનો આવ્યો અંત: સિતારે જમીન પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ…