ઉત્તરાખંડની સરકારી ઓફિસમાં કર્મચારીઓને બે મુઠ્ઠી ચોખા લાવવાનો અપાયો વિચિત્ર આદેશ, જાણો કારણ

ચંપાવત: ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લોહાઘાટમાં જાહેર બાંધકામ વિભાગના કાર્યકારી ઇજનેરે એક વિચિત્ર આદેશ જાહેર કર્યો છે. આ આદેશ સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યો છે.જેમાં કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે બધા ઘરેથી બે મુઠ્ઠી ચોખા ભગવાનને અર્પણ કરવા લાવવા જણાવ્યું હતું. આ સમગ્ર આદેશ એક કર્મચારીની સર્વિસ બુક ખોવાઈ ગઇ હોવાથી આપવામાં આવ્યો હતો.
ચોખા ભગવાનને અર્પણ કરવામાં આવશે
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કાર્યકારી ઇજનેર આશુતોષ કુમારે આ આદેશ આપ્યો હતો. આમાં, વિભાગમાં કામ કરતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શનિવારે ઘરેથી ઓફિસ આવતી વખતે બે મુઠ્ઠી ચોખા લાવવાનું કહેવામાં આવ્યું છે. આ ચોખા ભગવાનને અર્પણ કરવામાં આવશે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે વિભાગમાં કાર્યરત અધિક સહાયક ઇજનેર જય પ્રકાશની સર્વિસ બુક કબાટમાંથી ખોવાઈ ગઈ હતી. જેના કારણે મુખ્ય અધિકારી અને જય પ્રકાશ બંને પરેશાન હતા.
શનિવારે બે મુઠ્ઠી ચોખા લાવવાનું કહેવામાં આવ્યું
આ સર્વિસ બુક શોધવા માટે કાર્યપાલક ઇજનેરે એક અનોખું સૂચન આપ્યું અને કહ્યું કે બધા અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના ઘરેથી બે મુઠ્ઠી ચોખા લાવવા જે ભગવાનને અર્પણ કરવામાં આવશે. આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શનિવારે બે મુઠ્ઠી ચોખા લાવવાનું કહેવામાં આવ્યું હતું. જે મંદિરમાં ચઢાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ આદેશ જાહેર થતાં જ તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો, જેના પર લોકોએ વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો…ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યોઃ ટીડીપીનાં સાંસદની બહેનનું મોત, બનેવીનો બચાવ