
નવી દિલ્હીઃ સોનાના ભાવમાં થોડા દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ (Gold Rate) 1 લાખની પાર પહોંચી ગયો હતો. જો કે, હવેમાં 8 હજાર રૂપિયાનો ઘટાડો થયો ઓ છે. અત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 92,000 રૂપિયાએ આવી ગયો છે. માત્ર ભારતની બજારોમાં જ નહીં પરંતુ વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. એપ્રિલમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ (0.3527396oz) 3,500 ડોલરે પર પહોંચી ગયો હતો. જો કે, અત્યારે તેમાં ઘટાડો થયો અને પ્રતિ ઔંસનો ભાવ 3140 ડોલરે આવી ગયો છે. હજી પણ ભાવમાં ઘટાડો થયા તેવું નિષ્ણાતો માની રહ્યાં છે.
શા માટે સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે?
સોનાના ભાવમાં આ ઘટાડો વૈશ્વિક વેપાર યુદ્ધમાં ઘટાડો અને સુરક્ષિત સંપત્તિની માંગમાં ઘટાડો થવાને કારણે થયો છે. જો કે, માર્કેટના નિષ્ણાતોનું માનવું એવું પણ છે કે, સોનું હજી વધારે નીચે જઈ શકે છે. જેથી રોકાણકારોને લાંબા ગાળામાં સોનામાં રોકાણ કરવું વધારે સારૂ રહેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2013માં વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો હતો, જેથી જો આ વર્ષે પણ એવી હાલત થઈ તો અત્યારે જે સોનાની કિંમત પ્રતિ ઔંસે (0.3527396oz = 10 ગ્રામ) 3230 ડોલર છે, તે ઘટીને 1820 ડોલર થઈ શકે છે. જેથી ભારતીય બજારમાં સોનાની કિંમત ફરી 55થી 60 હજાર જેટલી થઈ શકે, તેવું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યાં છે
સોના કિંમતમાં ઘટાડો થવા પાછળ પાંચ કારણો જવાબદાર
વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો થવા પાછળ પાંચ કારણો જવાબદાર બની શકે છે. એક કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ, બીજુ કારણ અમેરિકાની બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિ થવી, ત્રીજુ કારણ અમેરિકા અને ચીન વચ્ચ ચાલી રહેલો વ્યાપારી તણાવ, ચોથું કારણ રોકાણકારો દ્વારા નફો બુકિંગ અને પાંચમુ કારણ શેર બજારોમાં આવેલી તેજી.
ભારત, અમેરિકા અને ચીનના કારણે સોનાના ભાવ ઘટ્યા!
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ તણાવ ઓછો થયો છે. પરંતુ રોકાણકારોએ સોના જેવા સુરક્ષિત રોકાણ વિકલ્પોથી પોતાને દૂર રાખવાનું શરૂ કર્યું, જેના કારણે માંગમાં ઘટાડો થયો અને ભાવમાં ઘટાડો થયો. ડોરલની કિંમત વધી જોય તો સોનું મોંઘું થાય છે અને તેના કારણે માંગ ઘટી જવાથી કિંમતો પણ ઘટવા લાગે છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો તણાવ પણ સોનાની કિંમત માટે એટલો જ જવાબદાર છે. બીજા એક કારણની વાત કરવામાં આવે તો, વિશ્વભરના શેરબજારોમાં વધારાને કારણે રોકાણકારોએ સોનામાંથી પૈસા ઉપાડીને શેરમાં રોક્યાં હતાં જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો હતો. તો સ્વાભાવિક છે કે, માંગ ઘટે તો ભાવમાં ઘટાડો થવાનો જ છે.
આ પણ વાંચો…અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડ વૉર શાંત પડતાં સોનામાં ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ