મનોરંજન

કાન્સમાં ન જઈ શકી તો શું? ઉર્ફી જાવેદે મુંબઈમાં જ દેખાડ્યો જલવો, જૂઓ વીડિયો

હાલમાં ચારેય તરફ કાન ફિલ્મ ફેસ્ટિવલની બોલબાલા છે. અહીં ઘણા દેશોની સુંદરીઓ અને અભિનેત્રીઓ પોતાના સ્પેશિયલ લૂક માટે સૌનુ ધ્યાન ખેંચે છે ત્યારે વાત એક એવી સેલિબ્રિટીની કરવાની છે જેણે Cannes Film Festivalમાં ભાગ ન લીધો હોવા છતાં પોતાનો જલવો બતાવ્યો છે અને કાન્સમાં ભાગ લેનારી તમામ એક્ટ્રેસના હોશ ઉડાડી નાખ્યા છે.
વાત છે હંમેશાં વિવાદોમાં રહેતી અને છતાં સોશિયલ મીડિયા સેન્સેશન બનેલી ઉર્ફી જાવેદની. ઉર્ફી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ શકી નથી, પરંતુ મુંબઈમાં એક પાર્ટીમા તેમે પહેરેલા ડ્રેસને લીધે તે રાતોરાત છવાઈ ગઈ છે. ઉર્ફીએ મુંબઈમાં રેડ કાર્પેટ લુકથી બધાને દંગ કરી દીધા.

ઉર્ફીએ ગુલાબનું ફૂલ બની બધાને આશ્ચર્યમા મૂકી દીધા. તેના લુક વિશે વાત કરીએ તો, તેણે એક પછી એક ખુલતી 3D પાંખડીઓના લેયરથી બનેલી સ્ટ્રેપલેસ સ્વીટહાર્ટ નેકલાઇન સાથે બર્ગન્ડી મીની-ડ્રેસ પહેર્યો હતો. ઉર્ફીએ ચમકતા ડ્રેસ સાથે સ્લીક હેર બન અને ગ્લોસી મેક અપ કર્યો હતો. હાઈ હિલ્સમાં તે રેડ કાર્પેટ વૉક કરતી જોવા મળી હતી. તે ખરેખર સુંદર અને એલિગન્ટ લાગતી હતી.

ઉર્ફીને જોઈ નેટીઝન્સ ગુલાબી ગુલાબી થઈ ગયા છે. બધા તેનાં લૂકને વખાણી રહ્યા છે. ઉર્ફીને ક્રિએટીવ અને ટેલેન્ટેડ કહી રહ્યા છે.

રહી વાત Cannes Film Festivalની તો ઉર્ફીને વિઝા ન મળતા તે જઈ શકી ન હતી. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાત ફેન્સને કહી હતી. જોકે ઉર્ફીએ મુંબઈમાં જ કાન ઊભું કરી દીધુ અને લાઈમલાઈટ ચોરી લીધી.

આ પણ વાંચો…કાન ફિલ્મ ફેસ્ટિવલઃ 17 વર્ષની એક્ટ્રેસે રેડ કાર્પેટ પર બ્લેક આઉટફિટમાં ચલાવ્યો જાદુ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button