ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી, દાહોદમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ

દાહોદ : ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં ધરપકડનો દોર શરૂ થયો છે. જેમાં દાહોદમાં મનરેગામાં આચરેલા 71 કરોડના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી છે. આ કેસમાં તત્કાલિન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2021 થી 2025માં મનરેગા હેઠળ દેખાડવા પૂરતું કામ કરાયું હતું આ કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેની બાદ પોલીસે હવે આરોપીઓની ધરપકડ શરૂ કરી છે.
દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો
આ ગેરરીતિની વિગત અનુસાર દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ ધાનપુર તાલુકામાં કામ પૂરા થયા હોવાના સર્ટિફિકેટ મેળવી સરકારે પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આ સમગ્ર કેસમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે.
મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી
દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી છે. જેમાં બળવંત અને કિરણ ખાબડ ધરપકડથી બચવા પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે પોલીસ ધરપકડથી બચવા દાહોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ પોલીસે આજે એક પુત્રની ધરપકડ કરી લીધી છે. વર્ષ 2021થી વર્ષ 2025માં મનરેગા હેઠળ દેખાડવા પૂરતું કામ કરાયું હતું અને 71 કરોડના કામોમાં ગેરરીતિ પ્રકાશમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
35 એજન્સીઓ સામેની ફરિયાદમાં મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ
આ કૌભાંડમાં રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોની સંડોવણી પ્રકાશમાં આવી છે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલે 35 એજન્સીઓ સામે નોંધાવેલી ફરિયાદમાં મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ છે. મંત્રીના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડે પોલીસ ધરપકડથી બચવા દાહોદ સેસન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી છે.
ચાર વર્ષના સમયગાળા દરમિયાન ગેરરીતિ
આ ફરિયાદ મુજબ નાણાંકીય વર્ષ 2021 થી 2025 ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારીઆના કુવા અને રેઢાણા જ્યારે ધાનપુરના સીમામોઈ ગામે માત્ર દેખાડવા પૂરતું કામ કરાયું હતુ અને ધાનપુર- દે.બારિયામાં 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,
અધિકારીઓ સામે પણ કાર્યવાહી
પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીઆના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની પણ ધરપકડ કરી છે