ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
वगळणे બદલો
वचपा બાદબાકી
वजाबाकी ચહેરો
वटवाघूळ સામેલ ન કરવું
वदन ચામાચીડિયું
ઓળખાણ પડી?
મહારાષ્ટ્રના આ પ્રતિષ્ઠિત લોકનૃત્યની ઓળખાણ પડી? મહિલાઓ આ નૃત્ય પરંપરાગત નવ વારી સાડી પહેરી કરતી જોવા મળે છે. ફિલ્મોમાં પણ આ નૃત્ય અનેકવાર જોવા મળ્યું છે.
અ) કોળી નૃત્ય બ) લેઝીમ નૃત્ય ક) લાવણી નૃત્ય ડ) ધનગરી ગજા
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ સ્ત્રીની ભાભીની સાસુની દીકરીનું સંતાન એ સ્ત્રીને શું કહીને બોલાવે એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) કાકી બ) ફોઈ ક) મામી ડ) માસી
જાણવા જેવું
ચમકીલા દેખાતા આંબાના પાનમાં વિટામિન એ, બી અને સી હોવા ઉપરાંત અન્ય પોષક દ્રવ્યો પણ એનામાં હોય છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં આંબાના પાન રાંધીને ખાવાનો રિવાજ હોવાનું કહેવાય છે. આંબાના પાનના તોરણને ઘરના પ્રવેશદ્વાર પર બાંધવું પવિત્ર ગણાય છે. કેરીના ફળ ઉપરાંત છાલ, ગોટલા અને પાન પણ ગુણકારી ગણાય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ભોજનમાં સ્વાદ માટે અત્યંત જરૂરી વસ્તુ સંતાઈને બેઠી છે એ શોધી કાઢો જોઉં.
કોઈપણ કલાકારનો કસબ રસપૂર્વક નિહાળવાથી ઘણી નવી વસ્તુ જાણવા મળે.
નોંધી રાખો
રસોઈમાં પોતાની સૂઝ સમજને બદલે બીજાના કહેવાથી મીઠું – મરચું ઉમેરવાને કારણે રસોઈનો સ્વાદ બગડી જતો હોય છે. સંબંધોમાં પણ એવું જ બનતું હોય છે
માઈન્ડ ગેમ
બેટ્સમેન એક પણ બોલ ચૂક્યા વિના અને એક પણ બોલ વાઈડ – નો બોલ ન હોય અને એક પણ ઓવર થ્રો ન હોય તો ઓછામાં ઓછા કેટલા બોલમાં ૫૦ રન પૂરા કરી શકે એ કહી શકશો?
અ) ૧૩ બોલ ૨) ૪૯ બોલ ૩) ૯ બોલ ૪) ૧૧ બોલ
ગયા ગુરુવારના જવાબ
દભાષા વૈભવ
A B
હેમંત ચૌહાણ ચોટીલે ડાકલા વાગ્યા
કિર્તીદાન ગઢવી ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા
દમયંતી બરડાઈ સોના વાટકડી રે
ફાલ્ગુની પાઠક ઇંધણા વીણવા ગઈ’તી
ભૂમિ ત્રિવેદી વાગ્યો રે ઢોલ
ગુજરાત મોરી મોરી રે
દિવાળી બહેન ભીલ
ઓળખાણ પડી?
જલતરંગ
માઈન્ડ ગેમ
સ્કંદમાતા
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વનરાવન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) ભારતી બુચ (૯) પુષ્પા પટેલ (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) લજિતા ખોના (૧૨) મીનળ કાપડિયા (૧૩) મહેશ સંઘવી (૧૪) અમીશી બંગાળી (૧૫) નંદકિશોર સંજાણવાળા (૧૬) હર્ષા મહેતા (૧૭) શ્રદ્ધા આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) રમેશ દલાલ (૨૦) હિના દલાલ (૨૧) ઈનાક્ષી દલાલ (૨૨) જ્યોત્સના ગાંધી (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) સુરેખા દેસાઈ (૨૭) ભાવના કર્વે (૨૮) અંજુ ટોલિયા (૨૯) હીરા જશવંતરાય શેઠ (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૨) તાહેર ઔરંગાબાદવાલા (૩૩) શીરીન ઔરંગાબાદવાલા (૩૪) દિલીપ પરીખ (૩૫) ખુશરૂ કાપડિયા (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) કલ્પના આશર (૩૯) જયવંત પદમશી ચખિલ (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) પ્રવીણ વોરા (૪૨) નયના ગિરીશ મિસ્ત્રી (૪૩) જગદીશ ઠક્કર (૪૪) અતુલ જે. શેઠ