Bad news: હેરાફેરી-3માં નહીં હોય પરેશ રાવલ, આ કારણે ફિલ્મ છોડવાનો લીધો નિર્ણય

બોલિવુડની કોમેડી ફિલ્મ હેરાફેરીના ત્રીજા ભાગ માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ હેરાફેરી-3ના ચાહકો માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. પરેશ રાવલ કે હેરાફેરીમાં બાબુરાવનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હવે પરેશ રાવલ આ ફિલ્મમાં કામ નહીં કરે! એવું પણ જાણવા મળ્યું છે કે, પરેશ રાવલ અને મેકર્સ વચ્ચે કંઈક મતભેદ થયા છે, જેથી હવે હેરાફેરીમાં પરેશ રાવલ જોવા નહીં મળે!
હું હવે હેરાફેરી 3માં કામ નથી કરવાનોઃ પરેશ રાવલ
દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે પણ આ સમાચારની પુષ્ટિ કરી દીધી છે. પરેશ રાવલે કહ્યું કે, ‘હા એ વાત સાચી છે. હું હવે હેરાફેરી 3માં કામ નથી કરવાનો’. હેરાફેરીમાં બાબુરાવનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે પાત્ર વિના લોકો આ ફિલ્મને કેવી રીતે પસંદ કરશે? પરેશ રાવલનું આ ફિલ્મમાં ના હોવું મેકર્સ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણે કે, હેરાફેરી ફિલ્મને બાબુરાવના પાત્રના કારણે લોકપ્રિયતા મળી છે. બાબુરાવના મિમ્સ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. પરંતુ પરેશ રાવલે આ ફિલ્મમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે.
હેરાફેરી 3માં બાબુરાવના પાત્રમાં પરેશ રાવલ નહીં તો કોણ હશે?
હેરાફેરી બોલિવુડની સફળ ફિલ્મ ગણાય છે. જો આમાં બાબુરાવના પાત્રમાં પરેશ રાવલ નહીં હોય તો પછી કોણ હશે? ફિલ્મ ઉદ્યોગના લોકોનું માનવું છે કે પરેશ રાવલ આ ફિલ્મમાં કામ કરી શકે છે. કારણે કે પહેલા તો અક્ષય કુમાર પણ આ ફિલ્મ હેરાફેરી 3માં કામ નહીં કરે તેવી વાત થઈ હતી. મેકર્સ સાથે ચાલી રહેલા મતભેદના કારણે તેવું સામે આવ્યું હતું. પરંતુ હવે અક્ષય કુમાર હેરાફેરી 3માં કામ કરવાનો છે.
ફિલ્મ હેરાફેરી 3 નું દિગ્દર્શન પ્રિયદર્શન કરશે
પ્રિયદર્શને પણ પહેલા ‘હેરા ફેરી 3’નું દિગ્દર્શનની ના પાડી હતી, પરંતુ હવે તેઓ જ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. જેથી લોકોને ખાતરી છે કે, પરેશ રાવલ પણ પાછા આવી શકે છે. ફિલ્મનું શૂટિંગ હજી સુધી શરૂ નથી થયું. જેથી આ ફિલ્મ ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે. પરંતુ ખાસ વાત એ છે કે, આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સાથે બાબુરાવના પાત્રમાં લોકો પરેશ રાવલને જ જોવા માગે છે.
આ પણ વાંચો…હેરાફેરી-3ઃ ફરી દર્શકોને હસાવવા આવશે બાબુરાવ ગણપતરાવ આપ્ટે?