બિકિની ક્વીન ફરી એક વાર આ કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ
મુંબઈઃ હુસ્ન એ મલ્લિકા અને બિકિની ક્વીન તરીકે સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી દિશાએ તાજેતરમાં ફરી એક વખત બિકિની પહેરલ અવતારમાં આગ લગાવી હતી. પોતાની સ્ટાઈલ અને ગ્લેમર અંદાજને લઈને પણ દિશા ચર્ચામાં રહે છે. હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિશાએ તાજેતરમાં જાણીતી બ્રાન્ડની તસવીરોને કારણે ચર્ચામાં આવી હતી.
બોલ્ડ ફોટોશૂટની સાથે આકર્ષક ક્લિપને પણ પોસ્ટ કર્યા પછી ઈન્ટરનેટ પર જોરદાર વાઈરલ થઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ એન્ડ બ્લેક આઉટફીટમાં ફોટોગ્રાફ સાથે વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી..
ક્લિપમાં કેલ્વિન ક્લેનની બ્લેક એન્ડ વ્હાઈટ એક્ટિવિયરમાં દિશા જોવા મળી હતી. વીડિયોમાં દિશાએ બ્લેક કલરની બ્રાલેટ અને શોર્ટ્સમાં પણ જોવા મળી હતી, જેમાં અભિનેત્રી વ્હાઈટ બેગી પેન્ટ અને સ્પોર્ટસ બ્રામાં જોવા મળી હતી, જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાઈરલ થયા હતા.
પોતાની ફિલ્મો સિવાય સ્ટાઈલ અને ફિટનેસને લઈ દિશા ચર્ચામાં રહે છે, જેમાં આજે રેડ કલરના ડ્રેસમાં દિશાએ રીતસરની આગ લગાવી દીધી છે. છ કલાક પહેલા પોસ્ટ કરવામાં આવેલી તસવીરોને પણ લાખો લોકોએ લાઈક કરી છે, જ્યારે તેના હુસ્નના જાદુથી ખુશ થઈને લોકો તેના પર કમેન્ટ કરીને પણ થાકતા નથી.
તમારી જાણ ખાત જણાવી દઈએ કે બોલીવુડની હોટી દિશા હંમેશાં તેની ફિટનેસને લઈ એક્ટિવ રહે છે, જ્યારે તેની પ્રતિતિ ઈન્સ્ટાગ્રામ પર પણ આપે છે. દિશાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા સૂર્યાની સાથે પણ કામ કરવાની તૈયારીઓ કરી દીધી છે. સિરુથાઈ શિવા દ્વારા તૈયાર કરવામાં આવેલી એક થ્રીડી પીરિયોડિક ડ્રામા માનવામાં આવે છે. આ ફિલ્મનું નામ તો હાલમાં ‘સૂર્યા42’ રાખવામાં આવશે એવું કહેવાય છે.
એના સિવાય દિશા કરણ જૌહરની આગામી એક્શન ફિલ્મ યોદ્ધામાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે પ્રોજેક્ટ કેમાં બિગ બી સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોન જોવા મળશે.
સોશિયલ મીડિયા પર હંમેશાં એક્ટિવ રહેતી દિશા ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે. એકલા ઈન્સ્ટાગ્રામ પર 59 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે થ્રેડ, ફેસબુક અને એક્સ પ્લેટફોર્મ પર પણ તેના લાખો ફોલોઅર્સની સંખ્યા છે.