વીક એન્ડ

કેરિયર: મોડર્ન કરીક્યુલમ આઉટ ઓફ ધ ક્લાસરૂમ

  • વિવેક કુમાર

આમ જોઈએ તો દરેક સમયગાળો પોતાના સંશોઘનો પોતે જ લાવે છે અને જૂના સંશોધનોની નવી રૂપ રેખા પણ પોતે જ નકકી કરે છે. ભણતર અને કેરિયર માટે પણ આવું જ કાંઈ છે. એક જમાનો હતો જ્યારે હરાવનારથી લઈને શિક્ષક સુધી, સીનિયરથી લઈને શુભચિંતક સુઘી સૌનુ એમ જ કહેવુ હતુ કે, ખૂભ ભણો અને ચોપડીના એક એક શબ્દ ગોખી લ્યો. પરંતુ આજે જો હરાવનારા અને શિક્ષકો આવું કહે તો તેમા કાઈ કોઈ સમજદારી કે હોશીયારી નહી લાગે, કારણ કે જમાનો આજે બદલાઈ ગયો છે. જેમ સંપૂર્ણ જ્ઞાન અને આગળ વધવાની ધગશ માત્ર ચોપડીઓ સુધી જ સીમિત હતી. સમાજના વધતા જતા વિકાસની સાથે સાથે ભણવાનાના સાધનોમાં પણ વિકાસ થયો છે. એટલેૅ જ સૌથી બુદ્ધિશાળી વિદ્યાર્થી એ નથી કે જે પોતાના બધાં જ પુસ્તકો કંઠસ્થ કરે પરંતુ આજે સૌથી સ્માર્ટ વિદ્યાર્થી એ છે કે જેને જયાંથી જ્ઞાન મળે તે પ્રાપ્ત કરે છે.

આમ જોઈએ તો આ ઈનફોરમેટીવ યુગમાં જ્ઞાનનો પણ ખૂબ જ બહોળો વિકાસ થયો છે. તેથી જ કોઈ વિદ્યાર્થીને માત્ર પુસ્તકો સુઘી સીમિત ન રાખી શકાય. એટલે જ જે સ્માર્ટ વિદ્યાર્થી છે તે જ્ઞાન પાપ્ત કરવાના અલગ અલગ માધ્યમ ગોતી જ લે છે જેથી તે તેના ભણતર અને કેરિયરમાં સહાયક રૂપ બની જાય. જોકે આ સુવિઘા દરેક યુગમાં ઉપલબ્ધ રહી છે. દરેક યુગમાં જ્ઞાનના પોતાના સમાંતર માર્ગ રહ્યા છે, પરંતુ આજના જેટલા મજબૂત અને સમૃદ્ધ જ્ઞાનના માર્ગો પહેલાં કયારેય નહોતા. તો, આજે જો આપણે અભ્યાસક્રમના પુસ્તકો સિવાય આ માઘ્યમોનો ઉપયોગ નહીં કરીએ , તો આપણે નુકસાનમાં જઈશું. તો ચાલો આપણે જાણીએ કે, ક્લાસરૂમની બહાર જ્ઞાન કઈ કઈ રીતે મળી શકે.

ઇન્ટરનેટ – ઈન્ટરનેટમાં બધી જ માહિતી છે જે ભૂતકાળમાં હતી અને વર્તમાન અને ભવિષ્યમાં થઈ શકે. પસિદ્ધ શિક્ષાવિદ અને વિચારક નોમ ચોમસ્કીનું કહેવું છે કે, એમઆઈટીની તમામ શોઘો પર જેમને પુરસ્કાર મળ્યાં છે કે જે શોઘોએ પારંપારિક દુનિયાને બદલી નાખી હતી તે બઘી જ શોઘો ઈન્ટરનેટ પર મફતમાં મળે છે. આટલી વિશાળ અદ્યયન સામગ્રી કયારેય પણ ઉપલબ્ઘ ન હતી અને તે પણ ફી માં ! ભલે તમને ઈન્ટરનેટ પર મળેલ ભણતર અંગેની માહિતીથી તમને કોઈ ડિગ્રી નથી મળવાની પરંતુ કોઈપણ સમયના વિદ્વાન પાસે થી મળેલ જ્ઞાન કરતાં વધુ માહિતી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

પરંતુ જો આપણી આજુબાજુ નજર નાખીયે તો મોટાભાગના લોકો ઈન્ટરનેટને વખાણવા કરતાં તેની આલોચના કરે છે. વાલિઓતો એમ જ સમજે છે કે, બાળકેોને બગાડનાર ઈન્ટરનેટ જ છે. કેટલીક વાર તો સાચું પણ હોય છે. પરંતુ આનું કારણ ન તો ઈન્ટરનેટ છે કે નથી બાળકો. બાળકો આનો ફાયદો ઉઠાવવા કરતાં આનાથી થતાં નુકસાનના દલદલમાં ફસાઈ જાય છે. પરંતુ આનું સૌથી મોટુ કારણ અભિભાવક અને સમાજના બીજા માર્ગદર્શક છે. પરંતુ માતા- પિતા જ જો ઈન્ટરનેટના માઘ્યમને જ્ઞાનનું કારક ન સમજતા હોય તો તેઓ બાળકોને તેનું મહત્ત્વ કેવી રીતે સમજાવી શકે કે તેની આદત કેવી રીતે પાડી શકે. બહુ વર્ષો પહેલા કેનેડાના સંચાર વિશેષજ્ઞ માર્શલ મૈક્લૂહાનને કહ્યું હતું કે; બાળકો માતા-પિતાનું જ અનુકરણ કરે છે. જો માતા-પિતા જ્ઞાન વર્ધક કાર્યકમ જોતા હોય તો બાળકોને આદત પડે અને તેમાં રસ પળ પડે. પરંતુ જો માતા- પિતાને સારા-નરસા કાર્યક્રમની સમજ જ ન હોય તો? બાળકો કઈ રીતે સારા કાર્યક્રમ જોવાની આદત પાડશે. આના પરથી તારણ નીકળે છે કે, ઈન્ટરનેટને સૌથી વધુ જ્ઞાન વર્ધક સાઘન તરીકે ઉપયોગ કરવા માટે ઓભિભાનકો અને શિક્ષકોએ જ શિક્ષણ આપવું પડશે.

આ પણ વાંચો…ભાત ભાત કે લોગ: કામિકાઝે હુમલાઓ શૌર્યનું પ્રતીક હતા કે મૂર્ખતાનું?

ઈન્ટરનેટમાં બધા જ સવાલોના પૂરતાં જવાબ છે. જેમાંથી ઘણાં એકસપેરીમેન્ટલ છે, ઘણાં ખોટા છે તે ઘણા ખોટા રસ્તા પર દોરી જાય તેવા છે. આ બધું જ તમારી કેપેસિટી અને તમને મળેલા શિક્ષણના સંસ્કાર પર આઘાર રાખે છે. ઈન્ટરનેટ પર આજની તારીખે શિક્ષણના બેજોડ ત્તવ ઉપલબ્ધ છે. જેમકે , – ઈન્ટરનેટ પર દર એક મહત્ત્વપૂર્ણ વિષયનુ મૂળ અને તેની પૂર્ણ માહિતી ઈન્ટરનેટ પર શામિલ છે.

  • ઈન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ પારિભાષીક શબ્દોનુ ચલણ અને તેમનું મહત્ત્વ સમજી શકીયે. આને કારણે આમાં થયેલ ઉપયોગનો સાચો તરીકે સમજી શકે આનાથી ઈતિહાસની પરંપરા પણ સમજી શકીયે.
  • બીજા કોઈ માઘ્યમ કરતાં ઈન્ટરનેટ પર સૂચના જલ્દીથી આવે છે. અને જૂના કોઈ જ્ઞાન માધ્યમની પૂર્ણ માહિતી પણ મળે છે.

-ઈન્ટરનેટમાં કોઈ પણ બીજા માઘ્યમ દ્વારા જલ્દીથી સૂચના મળે છે અને જૂની માન્યતામાં થયેલ બદલાવોની માહિતી પણ મળે છે. બીજા શબ્દોમાં કહિએ તો જ્ઞાનમાં સર્વોચ્ચ વૃદ્ધિ કરવનારું સાધન એટલે ઈનટરનેટ.

-ઈન્ટરનેટ ઓપણી કલ્પના શકિતમાં પણ ચાર ચાંદ લગાવી શકે છે કારણકે, ઈન્ટરનેટને એક સવાલ પૂછતાં તેના ઘણાં જવાબ સામે આવી જાય છે.

-ઈન્ટરનેટે ભૌગોલિક અંતરને ન જેવું કરી નાખ્યું છે. તમે દુનિયાના કોઈ પણ ખુણેથી કાંઈ પણ મોહિતી ન જેવા ટાઈમમાં મેળવી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button