ભાવનગર

અલંગમાં 10 માળનું ભવ્ય ક્રુઝ શિપ ભંગાણ માટે આવ્યું: મંદીમાં વેપારીઓને રાહત

ભાવનગરઃ જિલ્લાનું અલંગ એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું સ્થળ છે. અલંગમાં સૌથી મોટું શિપ ભંગાણ માટે આવ્યું છે. અલંગમાં નાના-મોટો જહાજો તોડવામાં આવે છે. 11780 મેટ્રિક ટનનું ક્રુઝ શિપ ભંગાણ અર્થે આવ્યું છે

લાંબાગાળાથી અલંગના ધંધામાં મંદી ચાલતી હતી. ત્યારે હાલ અલંગના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કારણકે અલંગમાં આવા મોટા શિપ ભંગાણ માટે આવતા હોય છે. આ શિપ વર્ષ 1980માં બન્યું હતું તેની વિશેષતામાં 10 માળ, 476 કેબીન છે, શિપમાં 1400થી વધુ મુસાફર અને 300થી વધુ ક્રૂ મેમ્બરની ક્ષમતા ધરાવતું હતું.

આપણ વાંચો: ગુજરાતના અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમા મંદી, માત્ર 113 જહાજો ભંગાણ માટે આવ્યા

ભાવનગરના અલંગમાં સૌથી મોટું શિપ ભંગાવવા માટે આવ્યું હતું. ભાવનગરના અલંગમાં 11780 મેટ્રિક ટનનું શિપ ભંગાણ માટે આવતા તેમાં 476 કેબીન અને 10 માળનું ક્રુઝ શિપ અલંગમાં આવ્યું છે. આ શિપને અલંગના પ્લોટ નંબર 15માં બીચ કરવામાં આવ્યું હતું.

લાંબા સમય બાદ શિપ બ્રેકીંગ વ્યવસાયમાં 11780 મેટ્રિક ટનનું શિપ ભંગાણ માટે આવ્યું હતું. અલંગમાં અલગ-અલગ શિપ ભંગાણ માટે આવતા હોય છે પરંતુ આ શિપ વિશ્વમાં અલગ-અલગ જગ્યાએ ફરીને અલંગમાં ભંગાણ માટે આવ્યું છે.

આ શિપની ક્ષમતા પૂર્ણ થતા તેનું ભંગાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જહાજ તોડી તેમાંથી નીકળતા કાચ, પ્લાસ્ટિક, લાકડાનું ફર્નિચર, લોખંડ વગેરે વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવે છે.

આપણ વાંચો: અલંગથી સરતાનપરના દરિયામા ઓઇલ ઢોળાયા બાદ માછીમારી ઠપ્પઃ અલંગના પ્લોટને આપી નોટીસ

એક સમયે જહાજોથી ધમધમતા અલંગમાં છેલ્લા ઘણા સમયથી મંદી ચાલી રહી છે. અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં સતત મંદીનો માહોલ છવાયેલો છે, વર્ષ 2024-25 દરમિયાન અલંગમાં કુલ 113 જહાજ જ ભંગાવા માટે આવ્યા હતા, અને તેનું કુલ વજન 9,38,354,43 મેટ્રિક ટન એલડીટી હતી.

વર્ષ 2024-25 દરમિયાન 11 વર્ષના સૌથી ઓછા જહાજ લાંગર્યા હતા અને વજનની દ્રષ્ટિએ અગાઉની સરખામણીએ નિમ્ન સ્તરના આંકડા છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ધમધમતું હતું ત્યારે વર્ષના 450 થી વધારે જહાજો ભંગાણ માટે આવતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી જહાજોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button