ઐશ્વર્યા કે દીપિકા નહીં કતરની રાજકુમારી આ બોલીવૂડ એક્ટ્રેસને કરે છે ફોલો, 10 મિનિટ લાંબો કિસિંગ સીન આપીને…

કતરની રાજકુમારી શેખા અલ મયાસા બિંત હમસ અમલ થાન કતરના શાહી પરિવારની એક પ્રમુખ અને લોકપ્રિય સદસ્ય છે. વાત કરીએ શેખા અલ મયાસાની તો તે સુંદરતામાં બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને દીપિકા પદુકોણ (Deepika Padukone)ને પણ પાછળ છોડી દે છે. સોશિયલ મીડિયા પર શેખા અલ મયાસાની તગડી ફેન ફોલોઈંગ છે, પણ તે ઈન્સ્ટાગ્રામ પર માત્ર એક બોલીવૂડ સેલિબ્રિટીને ફોલો કરે છે અને એક્ટ્રેસ ઐશ્વર્યા કે પ્રિયંકા ચોપ્રા કે શાહરુખ ખાન નથી. હવે તમને પણ સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે કોણ છે એ સેલિબ્રિટી, ચાલો તમને જણાવીએ-
શેખા અલ મયાસા જે એક માત્ર બોલીવૂડ સેલિબ્રિટીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે એ છે મલ્લિકા શેરાવત. મલ્લિકાને 2004માં આવેલી ફિલ્મ મર્ડરથી ઓળખ મળી હતી અને તેણે ભારતની સાથે સાથે ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પોતાની એક આગવી છાપ છોડી છે. મલ્લિકાની ગણતરી આજે પણ ગ્લેમરસ એક્ટ્રેસમાં કરવામાં આવે છે. મર્ડર ફિલ્મમાં તેનો 10 મિનિટ લાંબો કિસિંગ સીન ખૂબ જ ચર્ચામાં છે. એવું કહેવાય છે કે બોલીવૂડનો સૌથી લાંબો કિસિંગ સીન હતો.
હવે સવાલ એ થાય છે કે આખરે કતારની રાજકુમારી મલ્લિકા શેરાવતને કેમ ફોલો કરે છે તો એ પાછળની સ્ટોરી એવી છે કે વર્ષો પહેલાં અમેરિકામાં યોજાયેલી એક કોન્ફરન્સમાં શેખા અલ મયાસા અને મલ્લિકા શેરાવતની મુલાકાત થઈ હતી. ત્યાર બાદથી જ શેખા અલ મયાસા બોલીવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

આ ઉપરાંત મલ્લિકા શેરાવત એક માત્ર એવી એક્ટ્રેસ છે કે જે 2006માં શેખા અલ-મયાસાના લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી. આ સિવાય 2010માં તે ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આયોજિત દોહા ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પહોંચી હતી. 2006માં તેમણે પોતાના કઝિન ભાઈ શેખ ઝસીમ બિન અબ્દુલઅઝીઝ અલ થાની સાથે દોહામાં લગ્ન કર્યા હતા. આજે તે ચાર દીકરા અને એક દીકરીની માતા છે. અલ શેખા મયાસા કતરના પૂર્વ શેખ હમદ બિન ખલીફા અલ થાનીની દીકરી અને વર્તમાન અમીર શેખ તમીમની બહેન છે.
આ પણ વાંચો….ગોવિંદા સાથેના ડિવોર્સને લઈને સુનિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન…