આમચી મુંબઈ

ઇસ્કોન મુંબઈ અને ઇસ્કોન બેંગલુરુ વચ્ચે ચાલતા વિવાદનો આવ્યો અંત, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઇસ્કોન મુંબઈ અને ઇસ્કોન બેંગલુરુ (Iskcon Mumbai and Iskcon Bangalore controversy) વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આ વિવાદમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બેંગલુરુ હરે કૃષ્ણ ટેકરી મંદિર (Hare Krishna temple Bangalore) ઇસ્કોન બેંગલુરુ (Iskcon Bangalore) પાસે જ રહેશે. કર્ણાટક હાઈ કોર્ટ (Karnataka High Court) દ્વારા આપવામાં આવેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગેરમાન્ય રાખીને નવો ચુકાદો સંભળાવ્ચો છે. સુપ્રીમ કોર્ટે મુંબઈ ઇસ્કોન (Iskcon Mumbai )ના અધિકારને રદ્દ કરીને બેંગલુરુ હરે કૃષ્ણ ટેકરી મંદિરનું આધિપત્ય ઇસ્કોન બેંગલુરુને સોપ્યું છે, આવું એક મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે.

બેંગલુરુ હરે કૃષ્ણ ટેકરી મંદિર ઇસ્કોન બેંગલુરુ પાસે જ રહેશેઃ સુપ્રીમ કોર્ટ

બેંગલુરુ હરે કૃષ્ણ ટેકરી મંદિરના વિવાદની વાત કરવામાં આવે તો, ઇસ્કોન મુંબઈ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઇસ્કોન બેંગલુરુ માત્ર તેમની એક શાખા છે. જેના કારણે ઇસ્કોન બેંગલુરુની તમામ સંપત્તિ ઇસ્કોન મુંબઈના અધિકાર ક્ષેત્રમાં આવે છે. જ્યારે આ ઇસ્કોન બેંગલુરુનું કહેવું છે કે, છેલ્લા કેટલાય દશકથી અમે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યાં છીએ અને બેંગલુરુના મંદિરનું મેનેજમેન્ટ પણ અમે જ કરી રહ્યાં છીએ. મૂળ રીતે આ મંદિરમાં પોતાના આધિપત્ય માટે ઇસ્કોન મુંબઈ અને ઇસ્કોન બેંગલુરુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

આપણ વાંચો:  વસઇ-વિરારમાં ગેરકાયદે ઇમારતો: ઇડીએ ટાઉન પ્લાનિંગના ડેપ્યુટી ડિરેક્ટરના ઘરેથી 32 કરોડનાં દાગીના-રોકડ જપ્ત કર્યાં

આજનો દિવસ શ્રીલ પ્રભુપાદ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છેઃ ઇસ્કોન બેંગલુરુ

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ થઈને ઇસ્કોન બેંગલુરુના અધ્યક્ષ મધુ પંડિત દાસે કહ્યું કે, ‘હરે કૃષ્ણ આંદોલનના સ્થાપક શ્રીલ પ્રભુપાદ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્ષ 1977 માં, શ્રીલ પ્રભુપાદે ‘મહા સમાધિ’ પ્રાપ્ત કરી હતી. ત્યારથી તેમના શિષ્યોએ ચળવળનું નેતૃત્વ સંભાળ્યું. ઇસ્કોન મુંબઈ/બોમ્બે એવા બધા લોકોને હાંકી કાઢવા માંગતો હતો જેઓ શ્રીલ પ્રભુપાદને એકમાત્ર ગુરુ માનતા હતા. ઇસ્કોન બોમ્બેએ ઇસ્કોન બેંગલુરુની મિલકત પર દાવો કરવાનો પ્રયાસ કર્યો. આજે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે બેંગલુરુ રજિસ્ટર્ડ ઇસ્કોન સોસાયટી અને મંદિરનું માલિક છે’. તેમ તેમણે મીડિયા સાથે વાત જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button