ભારતીય સેના પર પણ વિશ્વાસ નથી? કોંગ્રેસના ધારાસભ્યએ ઓપરેશન સિંદૂર અંગે માગ્યા પુરાવા

બેંગ્લોરઃ પહલગામ આંતકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ બદલો લીધો હતો. હવે ઓપરેશન સિંદૂર મામલે પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય કોથુર મંજુનાથે (Congress MLA Kothur Manjunath) ઓપરેશન સિંદૂરના પુરાવા માગ્યાં છે. કોથુર મંજુનાથે કહ્યું કે, આ માત્ર એક દેખાવો હતો. આનાથી ના તો ન્યાય મળ્યો છે, તે ના તો પહલગામ હુમલાના પીડિતોને સાચી સાંત્વના મળી છે. આ મુદ્દે રાજનીતિ ના થવી જોઈએ. ભારતીય સેના (Indian Army)ની કાર્યવાહી પર શંકા કરવી એ યોગ્ય નથી પરંતુ છતાં કોંગ્રેસ ધારાસભ્ય આ વાત કરી રહ્યાં છે.
ઓપરેશન સિંદૂર પર કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યે કર્યા સવાલ
ઓપરેશન સિંદૂર અંગે ભારતીય સેના દ્વારા અનેક વખત પ્રેસ કરીને જાણકારી આપવામાં આવી છે. જેમાં પાકિસ્તાનની આપણે કેવી હાલત કરી અને કેટલા આતંકવાદીઓને માર્યા તેની વિગતો સેના તસવીરો સાથે આપી છે. છતાં કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય કોથુર મંજુનાથે કહે છે કે, 100 માર્યા તેનું પ્રમાણ શું છે? વધુમાં મંજુનાથે વ્યંગ સાથે કહ્યું કે, આવું કંઈ જ થયું નથી. ઉપરથી ત્રણ-ચાર વિમાનો મોકલવામાં આવ્યા અને પાછા બોલાવવામાં આવ્યા! શું આનાથી પહેલગામ હુમલામાં માર્યા ગયેલા 26-28 લોકોને ન્યાય મળશે? શું આ રીતે તે સ્ત્રીઓનું દુઃખ ઓછું થશે? શું આ તેમનું સન્માન કરવાની રીત છે?
કોથુર મંજૂનાથે ભારત સરકાર પણ પર નિશાન સાધ્યું
કોંગ્રેસના ધારાસભ્યે માત્રે ઓપરેશન સિંદૂર પર જ સવાલ નથી કર્યો પરંતુ ભારત સરકાર પણ પર નિશાન સાધ્યું છે. મંજુનાથે કહ્યું કે, તે આતંકવાદી કોણ હતા જે આપણી સરહદમાં આવ્યાં? તેમની ઓળખાણ શું છે? સરહદ પર સુરક્ષા કેમ નહોતી? તેઓ ત્યાંથી ભાગ્યા કેવી રીતે? આપણે આતંકવાદના મૂળ, શાખાઓ અને થડને ઓળખીને તેનો નાશ કરવો જોઈએ. તેમણે તેને ગુપ્તચર તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી.
ઓપરેશન સિંદૂર અંગે અત્યારે રાજનીતિઓ શરૂ થઈ ગઈ છે. માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપના નેતાઓ પણ વિવાદમાં સપડાયા છે. આ પહેલા મધ્યપ્રદેશમાં ભાજપના મંત્રી કર્નલ સોફિયા કુરેશી અને યુપીમાં સપા સાંસદ રામ ગોપાલ યાદવે વ્યોમિકા સિંહ વિશે ધાર્મિક અને જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પછી આ મુદ્દા પર વધેલા નિવેદનો ખરેખર દેશમાં પ્રશ્નો ઉભા કરે છે.
આ પણ વાંચો….ઓપરેશન સિંદૂર પછી મોદી સરકારનો મોટો નિર્ણયઃ વધુ એક સેમી-કન્ડક્ટર યુનિટનું નિર્માણ કરાશે