
મુંબઈ : ભારતીય શેરબજાર આજે સપ્તાહના અંતિમ દિવસે ઘટાડા સાથે ખુલ્યું હતું. જેમાં શરુઆતી ટ્રેડમાં સેન્સેક્સ 216.03 પોઈન્ટ ઘટીને 82,314. 71 ખુલ્યો હતો. જયારે નિફ્ટી 34.20 પોઈન્ટ ઘટીને 25,014.70 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક, સ્ટેટ બેંક, એચસીએલ ટેક, ઇન્ફોસિસ સૌથી વધુ ઘટેલા શેર છે જ્યારે ઇટરનલ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ સૌથી વધુ વધ્યા છે.
એશિયન બજારોમાં મિશ્ર વલણ
જાપાનના જીડીપી ડેટા અને અન્ય આર્થિક ડેટા પહેલાં એશિયન બજારોમાં શુક્રવારે મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી 225 0.14 ટકા ઘટ્યો.જ્યારે ટોપિક્સ 0.12 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.33 ટકાનો વધારો થયો હતો. જ્યારે કોસ્ડેકમાં 0.2 ટકાનો ઘટાડો થયો હતો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સે નીચી શરૂઆતનો સંકેત આપ્યો હતો.
એક દિવસ પહેલા બજાર વધ્યું હતું
આ પૂર્વે ગુરુવારે શરૂઆતમાં એફઆઈઆઈની ખરીદીના કારણે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે વધારો ચાલુ રહ્યો. સેન્સેક્સ 1200 પોઈન્ટ વધ્યો. જયારે નિફ્ટી 7 મહિના પછી ફરીથી 25,000 પોઈન્ટને પાર કરી ગયો હતો. જેમાં સેન્સેક્સ 1200.18 પોઈન્ટના ઉછાળા સાથે 82530,. 74 ની સાત મહિનાની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.