ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

બાર્સેલોના vs એસ્પેનિયોલ મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર બેઠેલા સમર્થકોને મહિલા કાર ચાલકે કચડ્યાં

ફુટબોલની મેચ જોવા ગયેલા ફેન્સ પર એક મહિલાએ કાર ચડાવી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, કોર્નેલા ડી લોબ્રેગેટના RCDE સ્ટેડિયમમાં બાર્સેલોના અને એસ્પેનિયોલ (Barcelona vs Espanyol) વચ્ચેની ફૂટબોલની મેચ ચાલતી હતી. લોકો પોતાના ખેલાડીઓની આતુરતાથી રાહ જોતા હતા અને તેમના પર મહિલાએ કાર ચડાવી દીધી હતી. ઘટના પછી તરત જ એલાર્મ વગાડવામાં આવ્યો અને તબીબો અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મહિલાએ કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું અને ચાહકોને કચડી નાખ્યાના

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક મહિલા સફેદ કલરની પ્યુજો 208 કાર ચલાવી હતી. મહિલાએ કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું અને સ્ટેડિયમના પ્રવેશદ્વારની બહાર ચાહકો પર કચડી નાખ્યા હતાં આ ઘટનામાં કુલ 13 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 9 લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી જ્યારે 4ને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

RCDE સ્ટેડિયમમાં ચારેય બાજુ સુરક્ષામાં વધારો કરાયો

સમગ્ર ઘટનાને પગલે RCDE સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા લોકો ડરી રહ્યાં હતાં. સમગ્ર ઘટના બાદ RCDE સ્ટેડિયમમાં ચારેય બાજુ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ ઘટના મુદ્દે સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, અમે ભીડ સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા કરીશું અને આવી જ ઘટના ફરી ન બને તેની ખાતરી થઈ શકે. અત્યારે તેની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે, અકસ્માતની ઘટના પછી મેચ ફરી શરૂ કરી દેવામાં આવી હતી.

આઠમી મિનિટ પછી રમત બંધ કરવામાં આવી

મેચની વાત કરવામાં આવે તો, રેફરી સીઝર સોટો ગ્રાડો દ્વારા લગભગ આઠમી મિનિટ પછી રમત બંધ કરવામાં આવી, જેમણે સુરક્ષા અધિકારીઓ સાથે સલાહ લીધી અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સ્ટેડિયમની જાહેર સંબોધન પ્રણાલીએ ચાહકોને જાણ કરી કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. જેના કારણે થોડા સમય પછી રમત ચાલુ કરવામાં આવી હતી. પરંતુ આ ઘટનામાં કુલ 13 જેટલા લોકોને ઈજાઓ થઈ હોવાના કારણે લોકો ખૂબ ગભરાઈ ગયાં હતાં.

આ પણ વાંચો….કચ્છઃ અકસ્માતમાં એક યુવાને તો આત્મહત્યાના કેસમાં બે મહિલાના મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button