નવી દિલ્હીઃ હેડિંગ વાચીને ચક્કર ખાઈ ગયા ને, પરંતુ વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચમાં હવે પાકિસ્તાનની આવવાની નહીંવત શક્યતા છે. આમ છતાં હજુ ક્રિકેટના નિષ્ણાતો દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે એવી અટકળો વ્યક્ત કરવામાં આવે છે. ભારતના ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 22 મેચ રમાઈ ચૂકી છે, જેમાં ટોપ ઓર્ડર ભારત છે, જ્યારે પડોશી દેશ પાકિસ્તાન લોઅર ઓર્ડરમાં છે.
આ વખતે વર્લ્ડ કપમાં પહેલી બે મેચ જીત્યા પછી બીજી ત્રણ મેચમાં ઊંધા માથે પટકાયું હતું. પાકિસ્તાન ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વિરુદ્ધ હાર્યું હતું. પાકિસ્તાનની વાત કરીએ તો તેની નેટ રન રેટ -0.400 તથા પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ છે છતાં નિષ્ણાતો પાકિસ્તાનને પુનઃજીવન મળી શકે એવી શક્યતા કરે છે. અનેક ક્રિકેટના નિષ્ણાતોના જણાવ્યા મુજબ સેમી ફાઈનલમાં પાકિસ્તાનની ટીમ પહોંચે તો નવાઈ નહીં.
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલેન્ડ હાર્યું છે. પાંચ જીત પછી ભારતના દસ પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલમાં ભારત ટોચ પર છે. ભારતને સેમી ફાઈનલમાં પહોંચવા માટે આગામી ચાર મેચમાંથી બે મેચ જીતવાની રહેશે.
આગામી ચાર મેચ પૈકી પહેલી ઈંગ્લેન્ડ, બીજી શ્રી લંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ છે. ટીમ ઈન્ડિયાનું અત્યારે શાનદાર પર્ફોર્મ કરી રહી છે, તેથી પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી શકે છે. અલબત્ત, ભારત લીગ સ્ટેજમાં ટોપ પર રહે છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમની ટીમ રહે છે તો બંને દેશ વચ્ચે પંદરમી નવેમ્બરે મુંબઈની વાનખેડે ખાતેની પહેલી સેમી ફાઈનલ થઈ શકે છે.
ભારતના માફક પાકિસ્તાનને બાકીની ચાર મેચ દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ન્યૂ ઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની વચ્ચે રમશે. સેમી ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે પાકિસ્તાનની ટીમે આગામી ચારેય મેચ મોટા માર્જિનથી જીતવાની રહેશે તો નવા સમીકરણો બંધાઈ શકે છે.
Taboola Feed