ભાવનગર

ગુજરાતમાં શ્વાનનો આતંક યથાવતઃ અમદાવાદ પછી ભાવનગરમાં નવજાતનો લેવાયો ભોગ

ભાવનગર: ગુજરાતમાં શ્વાનનો આતંક વધી રહ્યો હપી તેમ લાગી રહ્યું છે. ગઇકાલે અમદાવાદની ઘટના બાદ આજે ભાવનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં શહેરમાં એક નવજાત શિશુ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ બનાવથી સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

અજાણ્યા સ્ત્રી-પુરુષ વિરુદ્ધ ગુનો

મળતી વિગતો અનુસાર શહેરના તિલકનગર વિસ્તારમાંથી આજે એક નવજાત શિશુ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે અને અજાણ્યા સ્ત્રી-પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અવાવરૂ જગ્યાએથી મળી આવેલા આ નવજાત શિશુને શ્વાને ફાડી ખાધું હતું, જે જોઇને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

આપણ વાંચો: સુરતમાં શ્વાનનો વધ્યો આતંકઃ વધુ એક બાળકીનો ભોગ લેવાયો

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસે નવજાત શિશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં આ નવજાત શિશુ ક્યાંથી આવ્યું અને તેના માતા-પિતા કોણ છે એ દિશામાં પોલીસે તપાસ કરી રહી છે.

પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ શિશુ મૃત અવસ્થામાં હતું અને તેની અંતિમવિધિ કરવામાં આવી હતી, જ્યાંથી કોઈ શ્વાન તેને ખેંચી લાવ્યું હોય. આ ઘટનાએ રાજ્યમાં રખડતા શ્વાનોના વધી રહેલા ત્રાસ અને તેના કારણે થતા જોખમો અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આપણ વાંચો: કલ્યાણ-ડોંબિવલીમાં શ્વાનનો ત્રાસઃ 10 મહિનામાં 18,000 લોકો બન્યા શિકાર

અમદાવાદમાં 4 મહિનાની બાળકી પર શ્વાને હુમલો

ગઇકાલે અમદાવાદનાં હાથીજણમાં 4 મહિનાની બાળકી પર પાલતુ શ્વાને હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હતું. હાથીજણમાં રહેતી એક યુવતી પાલતુ શ્વાન લઈને ટહેલવા નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતો કરી રહી હતી ત્યારે શ્વાન હાથમાંથી છૂટી ગયું હતું અને તેણે અન્ય યુવતી અને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button