મનોરંજન

સંજય દત્ત સાથે આ ક્રિકેટર સાથે પણ ચર્ચાયું હતું માધુરી દિક્ષિતનું નામ, બન્નેમાં નડ્યા વિવાદો

બોલીવૂડની એવરગ્રીન અભિનેત્રી માધુરી દિક્ષિત આજે તેનો 58મો જન્મદિવસ મનાવી રહી છે. વર્ષો સુધી બોલીવૂડ પર રાજ કરનારી નંબર વન ડાન્સર માધુરીને પતિ ડૉ. શ્રીરામ નેનેએ ઈમોશનલ પોસ્ટ લખી છે, પરંતુ 1999માં મિસિસ નેને બન્યાં પહેલા માધુરી દિક્ષિતના નામ ઘણા લોકો સાથે જોડાયા હતા, પણ અભિનેતા સંજય દત્ત અને ક્રિકેટર અજય જાડેજા સાથેના તેના અફેર્સની બારે ચર્ચા રહી.

સંજય દત્ત સાથે માધુરી દિક્ષિતનું પ્રેમ પકરણ ભારે ગાજ્યું હતું. બન્ને એકબીજાના સેટ પર પણ જોવા મળતા. જોકે માધુરીના પરિવારને આ સંબંધો મંજૂર ન હોવાના અહેવાલો હતા. એક અહેવાલ અનુસાર સુભાષ ઘાઈએ એમ પણ કહ્યું હતું કે સંજય માધુરીને પરણવા માગતો હતો, પણ તે પરણ્યો ન હોત કારણ કે તે પોતાની પત્નીને ફિલ્મ અભિનેત્રી તરીકે જોવા માગતો ન હતો. લગ્ન બાદ માધુરી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખે તે સંજય ઈચ્છતો ન હતો. જોકે આ બધા કરતા બન્નેના સંબંધો પર પૂર્ણવિરામ લાગવાનું કારણ 1993ના બોમ્બ બ્લાસ્ટ બાદ સંજય દત્ત સાથે જોડાયેલા વિવાદો હતા. ઈન્ડસ્ટ્રીમાં એવી પણ ચર્ચા હતી કે સંજય જ્યારે એરેસ્ટ થયો ત્યારે માધુરી ખૂબ રડી હતી અને સેટ પર સતત અપસેટ રહેતી હતી.

આવું જ કંઈક માધુરી અને અજય જાડેજાના સંબંધોમાં પણ થયું. બન્ને એક ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા અને તેમના વચ્ચે રિલેશન હોવાની વાતો જાહેરમાં થવા લાગી હતી. તે સમયે માધુરી તેની કરિયરની પિક પર હતી અને અજય જાડેજા પણ સેલિબ્રેટેડ ક્રિકેટર હતો અને સાથે રજવાડા પરિવારમાંથી આવતો હતો.

જોકે અઝહર મેચ ફિક્સિંગના વિવાદમાં ઘેરાયો, તેમાં અજય જાડેજાનું પણ નામ આવ્યું અને તેના પર પાંચ વર્ષ પ્રતિબંધ લાદવામાં આવ્યો. આ વિવાદો બાદ માધુરીએ અજયથી દૂર રહેવાનું જ પસંદ કર્યું. 1999માં પરિવારની પસંદને માન આપી ડૉ. નેને સાથે તેનાં અરેન્જ્ડ મેરેજ થયા અને માધુરી હાલમાં સુખી સંસાર માણી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button