ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો, ભારતે કરી ઝીરો ટેરિફ ડીલની ઓફર

અમેરિકા અને ચીન વચ્ચે થયેલી ટેરિફ ડીલ બાદ વિશ્વના અનેક દેશો પણ અમેરિકા સાથે ટેરિફ ડીલ કરવાની તૈયારીમાં છે. તેવા સમયે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. જેમાં ભારતે અમેરિકા સાથે ઝીરો ટેરિફ ડીલ કરવાની ઓફર કરી છે. અમેરિકાએ હાલ ભારત પર 26 ટકા ટેરિફ લાદયો છે. જેની બાદ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની ચર્ચા પણ ચાલી રહી છે.

ભારતે અમેરિકા સાથે ટેરિફ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી

મીડિયા અહેવાલ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, “ભારતે અમેરિકાને ઝીરો ટેરિફ ડીલની ઓફર કરી છે. ભારતમાં કંઈપણ વેચવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ તેઓ અમેરિકા સાથે ઝીરો ટેરિફ ડીલ કરવા તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે 9 એપ્રિલના રોજ ભારત સહિત ઘણા દેશો પર નવા ટેરિફની જાહેરાત કરી હતી. તેની બાદ ભારતે અમેરિકા સાથે ટેરિફ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી.

અમેરિકા અને ચીન વચ્ચેનું ટેરિફ યુદ્ધ સમાપ્ત

અમેરિકા અને ચીન વચ્ચેનું ટેરિફ યુદ્ધ હવે સમાપ્ત થયું છે. આ અંગે જીનીવામાં બે દિવસની લાંબી બેઠક બાદ બંને દેશોએ આ કરાર પર મહોર લગાવી હતી. બંને દેશો દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન ટેરિફ પર 90 દિવસની રાહત આપવામાં આવી છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે બંને દેશો માત્ર વર્તમાન ટેરિફ રોકવા માટે સંમત થયા નથી પરંતુ તેને ઘટાડવા માટે પણ સંમત થયા છે.

યુએસ ટેરિફ 145 ટકાથી ઘટાડીને 30 ટકા કરાશે

બેસન્ટના મતે બંને દેશો દ્વારા એકબીજા પર લાદવામાં આવેલા ટેરિફમાં લગભગ 115 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ 90 દિવસમાં ચીની માલ પર યુએસ ટેરિફ 145 ટકાથી ઘટાડીને 30 ટકા કરવામાં આવશે. બીજી તરફ ચીન પણ એ જ રીતે અમેરિકન માલ પરનો ટેરિફ 125 ટકાથી ઘટાડીને 10 ટકા કરશે.

આ પણ વાંચો….અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર સમાપ્ત, ટેરિફ ઘટાડવા બંને દેશો સંમત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button