વેપારશેર બજાર

ચાઇના ઇફેક્ટને કારણે મેટલેક્સમાં સુધારો, બાકીના બધા સેક્ટરલ ઇન્ડેક્સ ગબડ્યાં

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ:
અનિશ્ર્ચિત દિશામાં અથડાયેલા બજારમાં એકમાત્ર મેટલ શેરોમાં ચમકારો જોવા મળ્યો હતો. ચીને ટ્રિલિયન યુઆનના મેગા ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડને મંજૂરી આપી હોવાથી માગ નીકળવાની આશા વચ્ચે મેટલ શેરોમાં સારી લેવાલી જોવા મળી હતી. ચાઇના ઇફેક્ટને કારણે મેટલેક્સમાં સુધારો ટક્યો હતો પરંતુ બજારના ગબડવા સાથે બાકીના બધા સેક્ટરલ ઇન્ડેક્સ ગબડ્યાં હતાં. આઈપીઓ ઈન્ડેક્સ ૧.૩૧ ટકા અને એસએમઈ આઈપીઓ ૧.૬૦ ટકા ઘટ્યા હતા.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં એકમાત્ર મેટલ ૦.૮૫ ટકા વધ્યો હતો, જ્યારે કોમોડિટીઝ ૦.૫૦ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૪૩ ટકા, એનર્જી ૦.૨૪ ટકા, એફએમસીજી ૦.૪૩ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૦.૮૩ ટકા, હેલ્થકેર ૦.૬૭ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૧.૩૦ ટકા, આઈટી ૧.૧૩ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૧.૨૯ ટકા, યુટિલિટીઝ ૧.૨૫ ટકા, ઓટો ૦.૩૦ ટકા, બેન્કેક્સ ૦.૭૦ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૧૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૬૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૫૯ ટકા, પાવર ૧.૦૯ ટકા, રિયલ્ટી ૦.૮૦ ટકા, ટેક ૧.૩૯ ટકા અને સર્વિસીસ ૦.૧૮ ટકા ઘટ્યા હતા.

મંગળવારે દશેરા નિમિત્તે બજાર બંધ રહ્યું હતું. સેન્સેક્સ બુધવારે સોમવારના ૬૪,૫૭૧.૮૮ના બંધ સામે ૫૨૨.૮૨ પોઈન્ટ્સ (૦.૮૧ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૬૪,૬૧૯.૨૭ ખૂલી, ઉપરમાં ૬૪,૭૮૭.૦૮ સુધી, નીચામાં ૬૩,૯૧૨.૧૬ સુધી જઈ અંતે ૬૪,૦૪૯.૦૬ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની છ કંપનીઓ વધી અને ૨૪ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૩૦૯.૨૨ લાખ કરોડ રહ્યું હતું.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૮૧ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૭૮ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૫૨ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૭૭ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૭૫ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૭૩ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૭૫ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૮૦ ટકા ઘટ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button