ઇન્ટરનેશનલ

ઈરાનમાં ઘટી રહી છે ચિત્તાની સંખ્યા, હવે ભારત પાસેથી શીખવા માંગે છે ચિત્તા પ્રબંધન

નવી દિલ્હીઃ ઈરાનમાં ચિત્તાની સંખ્યાં ઝડપથી ઘટી રહી છે, જેના કારણે ઇરાનની સરકાર ચિંતિત છે. ચિત્તાની સંખ્યા વધારવા માટે ઈરાન સતત પ્રયત્ન કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, ઈરાને ભારત પાસેથી ચિત્તા પ્રબંધન(cheetah management) શીખવામાં રસ દાખવ્યો છે. ભારતમાં ચિત્તાનું સંરક્ષણ કરવા માટે ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી ઈરાન પણ પોતાના દેશમાં ચિત્તાની સંભાળ કેવી રીતે રાખવી તેની પદ્ધતિ ભારત પાસેથી શિખવા માંગે છે.

ભારત સરકારની પ્રોજેક્ટ ચિત્તા સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ રાજેશ ગોપાલે આ વિગતો આપી હતી. ફેબ્રુઆરીમાં આ પેનલની એક બેઠક મળી હતી. જેમાં રાજેશ ગોપાલે કહ્યું હતું કે, અત્યારે થયેલી બેઠકમાં ઈરાની અધિકારીઓએ ભારત પાસેથી ચિત્તા પ્રબંધન કેવી રીતે કરવું તે શીખવામાં રસ દાખવ્યો છે’ હવે જોવાનું એ રહે છે કે, ભારત દ્વારા કેવી મદદ કરવામાં આવે છે. જો કે, ઈરાન દ્વારા સત્તાવાર રીતે આવી કોઈ જાણકારી આપવામાં આવી નથી. વાત માત્ર એટલી જ છે કે, ઈરાને રસ દાખવ્યો છે, તેના માટે ભારત પાસે કોઈ પ્રસ્તાવ નથી મુક્યો.

ભારત હવે લુપ્ત થતા ઈરાની ચિત્તાની રક્ષા કરવા સક્ષમ

જો કે, મહત્વની વાત એ છે કે, ભારત હવે લુપ્ત થતા ઈરાની ચિત્તાની રક્ષા કરવા માટે ઈરાન અને વિશ્વના અન્ય દેશોને મદદ કરવા માટે સક્ષમ છે. વધેલા શિકાર અને તેમના રહેણાંક વિસ્તારને ખતમ કર્યાં હોવાથી ભારતમાં અત્યારે ચિત્તાની જાતિ વિલુપ્ત થઈ ગઈ છે. ચિત્તો એક મોટું માંસાહારી પ્રાણી છે, પરંતુ ભારતમાં તે વિલુપ્ત થઈ ગયાં છે. ભારતમાં 1948માં છત્તીસગઢના કોરિયા જિલ્લામાં આવેલા સાલના જંગલમાં છેલ્લા ચિત્તાનું મૃત્યું થયું હતું.

ભારતે 2022માં 20 આફ્રિકન ચિત્તા લાવવામાં આવ્યાં હતા

ચીત્તાની વાત કરવામાં આવે તો 2022માં ભારતે 20 આફ્રિકન ચિત્તાઓનું સ્થળાંતર કર્યું છે. આમાં નામિબિયાના આઠ અને દક્ષિણ આફ્રિકાના 12નો સમાવેશ થાય છે. હવે તે બે તબક્કામાં બોત્સ્વાનાથી આઠ વધુ ચિત્તા મેળવવા માટે તૈયાર છે, જેમાંથી પ્રથમ ચાર આ વર્ષે મે સુધીમાં આવવાની અપેક્ષા છે. ભારત હવે પ્રાણીઓનું સંરક્ષણ કરવામાં ખૂબ જ પ્રયત્ન કરી રહ્યું છે.

આપણ વાંચો:  મેક્સિકોમાં ટીકટોક ઈન્ફલુઅન્સરની લાઈવસ્ટ્રીમ દરમિયાન હત્યાઃ સ્ત્રી હોવાની સજા મળી?

2010માં ચિત્તાની સંખ્યા 100 થી ઘટીને માત્ર 12 થઈ ગઈ હતી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, 2022માં એક ઈરાની પ્રધાને મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, 2010માં ચિત્તાની સંખ્યા 100 થી ઘટીને માત્ર 12 થઈ ગઈ હતી. તેહરાન સ્થિત સંરક્ષણ NGO, ઈરાની ચિત્તા સોસાયટી (ICS) ના સંશોધકોના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, 1970 ના દાયકાના મધ્યમાં પૂર્વી અને મધ્ય ઈરાનના વિશાળ વિસ્તારમાં 400 જેટલા એશિયાઈ ચિત્તાઓ ફરતા હતા. ચિત્તાનું સંરક્ષણ કરવામાં આવતું હતું તેમ છતાં પણ તેની સંખ્યા ઓછી થઈ ગઈ હતી. જેથી અત્યારે ચિત્તાનું સંરક્ષણ કરવા માટે ઈરાની સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button