થઈ જાઓ તૈયારઃ યુપીએસસી ૨૦૨૪ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર
નાગપુરઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની ૨૦૨૪ માટેની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરીક્ષાનું સમયપત્રક ચકાસી શકે છે.
આ પરીક્ષા આગામી વર્ષે યોજાનારી ભારતીય વન સેવા, એનડીએ, સીડીએસ (આઇ) અને અન્ય અધિકારીની જગ્યાઓ માટે લેવામાં આવશે. આ પરીક્ષાઓની તારીખો સાથે એપ્લિકેશન પ્રક્રિયા વિશેની માહિતી પણ વેબસાઇટ પર આપવામાં આવી છે.
યુપીએસસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સિવિલ સર્વિસ પ્રિલિમ્સ ૨૦૧૪ અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઇએફએસ) પ્રિલિમ્સ ૨૦૨૪, ૨૬મે ૨૦૨૪ના રોજ યોજાશે. તેની સાથે, યુપીએસસી એનડીએ પરીક્ષા ૨૦૨૪ માટેની અરજી પ્રક્રિયા ૨૦મી ડિસેમ્બર ૨૦૨૩થી શરૂ થઈ રહી છે.
યુપીએસસી એન્જિનિયરિંગ સર્વિસીસ (પ્રારંભિક) પરીક્ષા, ૨૦૨૪: ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪,
યુપીએસસી સંયુક્ત ભૂ-વૈજ્ઞાનિક (પ્રારંભિક) પરીક્ષા: ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪,
યુપીએસસી સીઆઇએસએફ એસી (ઇએક્સઇ) એલડીસીઇ : ૧૦ માર્ચ ૨૦૨૪,
એનડીએ અને એનએ: ૨૧ એપ્રિલ, સી૨૦૨૧, યુપીએસસી પરીક્ષા : ૨૧ એપ્રિલ ૨૦૨૪
યુપીએસસી સિવિલ સર્વિસીસ (પ્રિલિમિનરી) પરીક્ષા : ૨૬ મે ૨૦૨૪
યુપીએસસી ભારતીય વન સેવા (પ્રિલિમિનરી) પરીક્ષા : ૨૬ મે ૨૦૨૪
યુપીએસસી આઇઇએસ/ આઇએસએસ પરીક્ષા : ૨૧ જૂન ૨૦૨૪
યુપીએસસી સંયુક્ત ભૂ-વૈજ્ઞાનિક (મુખ્ય) પરીક્ષા : ૨૨ જૂન ૨૦૨૪
યુપીએસસી એન્જિનિયરિંગ સેવા (મુખ્ય) પરીક્ષા: ૨૩ જૂન ૨૦૨૪,
યુપીએસસી એસઓ/સ્ટેનો (જીડી-બી/ જીડી-૧) એલડીસી : ૭ જુલાઈ ૨૦૨૪,
યુપીએસસી સંયુક્ત તબીબી સેવાઓ પરીક્ષા: ૧૪ જુલાઈ ૨૦૨૪,
યુપીએસસી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (એસી) પરીક્ષા : ૪ ઓગસ્ટ ૨૦૨૪,
યુપીએસસી એનડીએ અને એનએ પરીક્ષા (દ્વિતીય) : ૧ સપ્ટેમ્બર ૨૦૨૪,
યુપીએસસી સીડીએસ પરીક્ષા (દ્વિતીય) ૧ સપ્ટેમ્બર ૨૦૨૪,
યુપીએસસી સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪,
યુપીએસસી ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા : ૨૪ નવેમ્બર ૨૦૨૪.