નેશનલ

રાજનાથ સિંહે સેનાના જવાનો સાથે કરી મુલાકાત, પાકિસ્તાનને આપી ચેતવણી કરી આ મોટી માંગ

શ્રીનગર : દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ સેનાના જવાનો સાથે મુલાકાત માટે શ્રીનગર પહોંચ્યા હતા. તેમજ પરમાણુ હુમલાની ધમકી આપનારા પાકિસ્તાનને ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને ઇન્ટરનેશલ એટોમિક એનર્જી એજન્સી( IAEA) હેઠળ લાવવા જોઇએ. તેમણે જણાવ્યું જે બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. પરંતુ જો કોઇ હુમલો થશે તો તેનો જવાબ આપવામાં આવશે.

પરમાણુ શસ્ત્રોને પોતાના નિયંત્રણમાં લઈ લેવા જોઈએ

શ્રીનગરના બદામી બાગ કેન્ટોનમેન્ટમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, “હું દુનિયા સમક્ષ માંગ કરું છું કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એ પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને પોતાના નિયંત્રણમાં લઈ લેવા જોઈએ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે અગાઉ શહીદ સૈનિકોને નમન કર્યા.તેમજ પહલગામમાં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકોને પણ નમન કર્યા હતા. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઘાયલ સૈનિકો જલ્દી સ્વસ્થ થાય.

બેજવાબદાર દેશના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત નથી: રાજનાથ સિંહ

રક્ષા મંત્રીએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ ધમકી પર પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, “અમને તેમના પરમાણુ બ્લેકમેલની કોઈ પરવા નથી. પાકિસ્તાન દ્વારા પરમાણુ ધમકી આપવામાં આવી છે. શું આવા બેજવાબદાર દેશના હાથમાં પરમાણુ બોમ્બ સુરક્ષિત છે? રક્ષા મંત્રીની સાથે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ બદામી બાગ છાવણી પહોંચ્યા હતા. જ્યા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ભારે ગોળીબાર કર્યો હતો. તેણે ડ્રોન દ્વારા હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

આપણ વાંચો:  જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button