નેશનલ

દિલ્હીમાં શ્રી ગુરુ ગોવિંદ સિંહ કોલેજ ઓફ કોમર્સની લાઇબ્રેરીમાં લાગી આગ, જાનહાનિ ટળી

દિલ્હીઃ દિલ્હીના પીતમપુરામાં આવેલી ગુરૂ ગોવિંદ સિંહ કોલેજ ઓફ કૉમર્સની લાઇબ્રેરીમાં આજે સવાલે આગની ઘટના બની હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે લાઇબ્રેરીમાં ત્રીજા માળે આગ લાગ્યાની ઘટના બની હતી. જો કે, આગની ઘટના સમયે કોઈ નહોતું જેથી જાનહાનિના કોઈ સમાચાર મળ્યાં નથી. આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર બ્રિગેડની ટીમે 1 કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ફાયર બ્રિગેડની 11 ગાડીઓ દ્વારા લગભગ એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર ફાઇટરો ચાર વાહનોની મદદથી ઇમારતમાં હવે કુલિંગનું કામ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડ વિભાગને સવારે 8.55 કલાકે આગની ઘટના અંગે જાણકારી મળી હતી. ઘટનાની જાણ થતાની સાથે આસપાસના ફાયર વિભાગનો ટીમોને સતર્ક કરી દેવામાં આવી અને ઘટના સ્થળ પર પહોંચવા માટે આદેશ આપી દેવામાં આવ્યો હતો.

કોલેડની લાઇબ્રેરીમાં આગ લગાતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અત્યારે પોલીસે આગના કારણે થયેલા નુકસાનની તપાસ કરી રહી છે. આ સાથે સાથે આગ ક્યાં કારણે લાગી? તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.

બસમાં આગ લાગતા 5 લોકો જીવતા ભડથું થયા

અત્રે ઉલ્લેખીય છે કે, આજે ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ એક ખાનગી બસમાં આગ લાગ્યાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેમાં 5 લોકો જીવતા ભડથું થયા હતાં. દિલ્હીથી બિહાર જતી ખાનગી બસમાં અચાનક આગ લાગતો મુસાફરોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરો બસની બારીના કાચ તોડીને બહાર ભાગ્યાં હતાં. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે માત્ર 10 જ મિનિટમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો….લખનઉમાં દિલ્હીથી બિહાર જઈ રહેલી બસમાં આગ લાગી, 5 મુસાફરો જીવતા ભડથું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button