લાડકી

વિશેષ: ભારતીય મહિલાઓ માટે સુહાગનાં ચિન્હોનું મહત્ત્વ

-નીલોફર

આપણા દેશમાં દીકરીના લગ્ન અને તેને દુલ્હન રૂપે જોવાનું વિશેષ મહત્ત્વ છે. લગ્ન પછી, તેના જીવનમાં ઘણા ફેરફારો આવે છે, તેના માટે કરવામાં આવેલ શણગાર અને તેના સુહાગના ચિહ્નનું વિશેષ મહત્ત્વ છે. નવી પરણેલી વહુના હાથોમાં શોભતી લાલ બંગડીઓ કે કાચની બંગડીઓ, કપાળ પર શોભતું સિંદૂર, કપાળમાં ચમકતો ચાંદલો, ગળામાં પહેરેલું મંગળસૂત્ર, પગમાં શોભતી બિછ્છુઆ, પાયલ, આ બધા સુહાગનાં ચિહ્નો છે, જે તેને બીજા કરતાં અલગ બનાવે છે. આ દરેક પ્રતીકોની પોતાની ભાષા છે.

સિંદૂર
પરિણીત મહિલાના શણગારમાં સિંદૂર મહત્ત્વનું સ્થાન છે. તેથી, લગ્ન પછી, કેટલાક સમુદાયોને બાદ કરીએ તો તમામ સ્ત્રીઓ તેમના કપાળમાં સિંદૂર લગાવે છે. આપણાં શાસ્ત્રોમાં પણ સીતાજી, લક્ષ્મીજી અને માતા પાર્વતી તેમના સુહાગના લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવતા. બંગાળ, આસામ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક જેવા આ તમામ રાજ્યોમાં લગ્ન પછી સેથો પૂરવાનું ખૂબ જ મહત્ત્વ છે. પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બિહારમાં કેસરી અથવા લાલ સિંદૂર જોવા મળે છે.
દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં મહિલાઓ લાલ સિંદૂર લગાવે છે. લાલ રંગને મહિલાઓના સુખ, સ્વાસ્થ્ય અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.

લગ્નની વીંટી
ખ્રિસ્તી ધર્મમાં, ક્ધયાને ડાબા હાથની ત્રીજી આંગળીમાં સગાઈ અને લગ્નની વીંટી પહેરાવવામાં આવે છે. ઘણા પશ્ર્ચિમી દેશોમાં પણ લગ્નની વીંટી ડાબા હાથમાં જ પહેરાવવામાં આવે છે. જો કે આપણા દેશમાં લગ્નની વીંટી જમણા હાથ પર પહેરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે આંગળીમાં વીંટી પહેરવાથી પતિ હંમેશાં હૃદયની નજીક રહે છે.

મંગળસૂત્ર
મંગળસૂત્રને સ્ત્રીનો હાર કહેવાય છે. ભારતમાં હિંદુ લગ્નોમાં, ત્રણ ગાંઠો ધરાવતો આ પવિત્ર દોરો લાંબા અને સુખી લગ્ન જીવન માટે વર વધૂને પહેરાવે છે. એવું માનવામાં આવે છે કે મંગળસૂત્ર વ્યક્તિને જીવંત રાખે છે. મોટાભાગના હિંદુ ઉત્તર ભારતીય લગ્નોમાં મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે. પ્રદેશ અને જ્ઞાતિ પ્રમાણે તેની ડિઝાઇન અલગ અલગ હોય છે. દક્ષિણ ભારતમાં, જાતિ અથવા પેટાજાતિના આધારે તેનો આકાર અને ડિઝાઇન અલગ હોય છે. 108 સુતરાઉ દોરાથી બનેલું મંગળસૂત્ર શુભ માનવામાં આવે છે. લગ્ન સમારોહ દરમિયાન, પૂજારીના મંત્રોચ્ચાર સાથે વર ક્ધયાને ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે. તે બે પરિવારોના મિલન તેમજ એકબીજા પ્રત્યે સમર્પણનું પ્રતીક છે.

માંગ ટીકો
ઉત્તર ભારતના રાજસ્થાનના કેટલાક ભાગોમાં, સોના અથવા ચાંદીના બનેલા માંગ ટિક્કા પહેરવામાં આવે છે. એક રીતે, આ કપાળ પર પ્રેશર પોઇંટ બનાવે છે, જેનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે. કહેવાય છે કે તે ત્વચાને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવે છે.

નાકની નથ
હિંદુ ધર્મમાં નથને સોળ શણગારમાંથી એક ગણવામાં આવે છે, તેના વિના ક્ધયાનો શણગાર અધૂરો છે. તેને સુહાગની નિશાની માનવામાં આવે છે. નાકની નથ પહેરવાથી સ્ત્રીની સુંદરતા તો વધે જ છે, સાથે તેનો શણગાર પણ નથથી જ પૂર્ણ થાય છે. સ્ત્રીની નાકની નથ વૈવાહિક જીવનમાં મજબૂતી લાવવા માટે માનવામાં આવે છે. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ જળવાઇ રહે છે. ઉત્તરાખંડમાં, સ્ત્રીઓ નાકમાં મોટી નથ અને પિછૌડ (પર્વતીય વિસ્તારોમાં સ્ત્રીઓ દ્વારા વપરાતી લેસવાળી ઓઢણી )પહેરે છે. પિછૌડને શુભ માનવામાં આવે છે. માત્ર પરિણીત સ્ત્રીઓ જ આ પહેરે છે. તેના વિના પહાડી વિવાહ અધૂરા ગણાય છે. પિછૌડનો રંગ પીળો હોય છે, જેમાં વચ્ચે સ્વસ્તિક અને કિનારીઓ પર સૂર્ય, ચંદ્ર, શંખ અને ઘંટડીની ડિઝાઇન હોય છે. પિછૌડથી જ જાણી શકાય કે તે કોના લગ્ન છે. કુમાઉમાં મહિલાઓ દરેક પ્રસંગે નાકની નથ પહેરે છે. ક્ધયાના મામા લગ્નમાં સોનાની નાકની નથ આપે છે.

ચાંદલો
એમ તો કુંવારી છોકરીઓ પણ ચાંદલો લગાવે છે, પરંતુ પરિણીત મહિલાઓ દ્વારા આઈબ્રો વચ્ચે લગાવવામાં આવતો નાનો કે મોટો ચાંદલો તેમના શણગારને આખરી ઓપ આપે છે. ધાર્મિક ગ્રંથોમાં ચાંદલાને ત્રિનેત્રનું પ્રતીક માનવામાં આવે છે.

મહેંદી અને અલ્તો
સોળ શણગારમાં પરિણીત મહિલાઓ માટે મહેંદી અને અલ્તોનું વિશેષ મહત્ત્વ છે. ઉત્તર ભારતમાં અલ્તો અને મહેંદી પગને ઠંડક આપવા માટે પણ લગાવવામાં આવે છે.

બિછ્છુઆ
હિંદુ મહિલાઓ લગ્ન પછી પગની બીજી આંગળીમાં બિછ્છુઆ પહેરે છે. તે ક્ધયા અને વરરાજા બંને પક્ષ તરફ આપવામાં આવે છે. પગમાં શોભતી બિછ્છુઆ, પાયલ, આ બધા સુહાગનાં ચિહ્નો છે.

આ પણ વાંચો….ફેશન: ઇટ્સ સમર, સ્કિન કેર ઇઝ મસ્ટ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button