સિનેમાઘરોમાં ચાલી રહ્યો છે અજય દેવગણનો જાદુ! રેડ 2એ 14 દિવસે પણ કરી બંપર કમાણી

મુંબઈઃ અજય દેવગણ (Ajay devgn)ની ફિલ્મ રેડ 2 (Raid 2) બોક્સ ઓફિસ (Box Office) પર ધૂમ મચાવી રહી છે. લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. રેડ 2 ફિલ્મ 1મી મેના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી. આ ફિલ્મની કમાણી હવે 150 કરોડ સુધી પહોંચી જાય તો તેમાં કોઈ નવાઈની વાત નથી. કારણે કે, 132 કરોડની કમાણી કરી લીધી છે, અને હજી પણ લોકો ફિલ્મને ખૂબ જ પ્રેમ આપી રહ્યાં છે. આજે 14માં દિવસે પણ રેડ 2 એ 2.22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચાલો બીજા આંકડા વિશે પણ જાણીએ….
રેડ 2એ પહેલા અઠવાડિયામાં 95.75 કરોડની કમાણી કરેલી
રાજ કુમાર ગુપ્તા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ રેડ 2માં અજય દેવગણે જે અભિનય કર્યો છે, તેના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે. આ સિક્વલમાં અજયની રેડ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને રેડ 2 પણ બોક્સ ઓફિસમાં રેકોર્ડ સર્જી રહી છે. આ ફિલ્મે પહેલા દિવસે 19.25 કરોડની કમાણી કરી હતી. રેડ 2એ પહેલા અઠવાડિયામાં 95.75 કરોડની કમાણી કરી લીધી હતી. બીજા અઠવાડિયામાં કમાણી થોડી ઓછી થઈ હતી. પરંતુ હવે ફિલ્મે સિનેમાઘરોમાં રફત્તાર પકડી છે.
અજય દેવગણની ‘રેડ 2’ એ બજેટ પ્રમાણે ધૂમ કમાણી કરી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અજય દેવગણ સ્ટારર ફિલ્મ ‘રેડ 2’ નું બજેટ 50 થી 60 કરોડનું છે. ફિલ્મનું બજેટ જોતા ફિલ્મે સારી એવી કમાણી કરી લીધી છે. આ ફિલ્મ સુપરહિટની શ્રેણીમાં આવી છે. આ ફિલ્મ 2018માં આવેલી અજય દેવગનની ‘રેડ’ ની સિક્વલ છે. અજય દેવગન ઉપરાંત, વાણી કપૂર, રિતેશ દેશમુખ, સૌરભ શુક્લા જેવા સ્ટાર્સ પણ આ સિક્વલમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. કમાણી બાબતે આ ફિલ્મ 2025ની સૌથી વધારે સફળ ફિલ્મોની યાદીમાં આવી ગઈ છે.
આંકડા પ્રમાણે જોવા જઈએ તો 2025નું વર્ષ ફિલ્મો માટે સારૂ રહ્યું નથી. કારણે આ વર્ષે અનેક ફિલ્મો ફ્લોપ થઈ છે. પરંતુ અજય દેવગણની રેડ 2 એ સારી એવી કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે છાવા (L2: Empuraan), L2: એમ્પુરાન (L2: Empuraan), વાસ્તુનમ (Vasthunam), થુડરમ (Thudarum) બાદ રેડ 2 (Raid 2) સફળ ફિલ્મ બની છે.