
મુંબઈઃ બોલિવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન (Amri Khan) અત્યારે તેની આવનારી ફિલ્મને લઈને ભારે ચર્ચામાં છે. પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ (Sitaare Zameen Par) માટે આમિર ખાન ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યો છે. આ દરેક બાબતો વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે આમિરક ખાનનો ફોટો વાયરલ થયો છે. એટલું જ નહીં પરંતુ આ તસવીરને લઈને ચર્ચાઓ પણ થઈ રહીં છે. પીએમ મોદીએ આ દરમિયાન આમિર ખાન સાથે વાત કરીને હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ આમિર ખાન સાથે માતા વિશે વાત
આ મુલાકાતની વાત કરવામાં આવે તો, પીએમ નરેન્દ્ર મોદીએ આમિર ખાન સાથે વાતચીત કરતી વખતે આમિરની માતાના હાલચાલ વિશે ખબર લીધી હતી. એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી અને આમિર ખાન એકબીજાને મળ્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ આમિર ખાન સાથેની તેમની છેલ્લી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ આમિર ખાનની માતા વિશે ખબર લેતા કહ્યું કે, આપણે જ્યારે પહેલા મળ્યાં ત્યારે તમારી માતાની સારવાર ચાલી રહી હતી, હવે તે કેમ છે?’.
આ પણ વાંચો: ફિલ્મ Sitaare Zameen Par આમિરને સ્ટાર બનાવશે કે પછી…
પીએમ મોદીએ માતા વિશે પૂછ્યું તો આમિર ખાન ભાવુક થઈ ગયો
વડાપ્રધાન મોદીએ માતા વિશે પૂછ્યું ત્યારે આમિર ખાન ભાવુક થઈ ગયો હતો. આમિરે જવાબ આપતા કહ્યું હતું કે, હા સર તે વખતે તેમની સારવાર ચાલી રહી હત. અત્યારે તે એકદમ સ્વસ્થ્ય થઈ ગયાં છે’. આમિર ખાને આ દરમિયાન ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. નોંધનીય છે કે, અત્યારે તે પોતાની ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત જોવા મળી રહ્યો છે. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થાય તે માટે પ્રયત્ન કરી રહ્યો છે.
ફિલ્મ ‘સિતારે જમીન પર’ સારી કમાણી કરે તેવી આશા
આમિર ખાન ત્રણથી ચાર વર્ષે એક ફિલ્મ લઈને આવે છે. છેલ્લે આવેલી તેની ફિલ્મ લાલસિંહ ચડ્ડાતો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. પરંતુ આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ને સારી એવી ચાલશે તેવી આશા બંધાઈ છે. પ્રમોશન તો સારૂ ચાલી રહ્યું છે, અત્યારે તો લોકો ફિલ્મ જોવા જશે કે કેમ તે એક પ્રશ્ન છે, પરંતુ ફિલ્મ કેવી ચાલશે તે તો રિલિઝ થયા બાદ જ ખબર પડશે.