નેશનલસ્પોર્ટસ

નીરજ ચોપડાને ભારતીય લશ્કરમાં મળી મોટી પદવી, નાયબ સુબેદારમાંથી બની ગયો…

નવી દિલ્હીઃ ઑલિમ્પિક્સની ભાલાફેંક (Javelin)ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલો 27 વર્ષીય ભારતરત્ન નીરજ ચોપડા હમણાં સુધી ભારતીય લશ્કરમાં (રાજપૂતાના રાઇફલ્સમાં) નાયબ સુબેદાર (Naib Subedar)ની પદવી ધરાવતો હતો, પણ હવે તેને બઢતી અપાઈ છે અને તેને ટેરિટોરિયલ આર્મી (Territorial army)માં લેફ્ટનન્ટ કર્નલ (lieutenant colonel)ની પદવી આપવામાં આવી છે.

વિશ્વભરના ભાલાફેંકના શ્રેષ્ઠ ઍથ્લીટોમાં નીરજ ચોપડાનું નામ અચૂક લેવાય છે. નીરજ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાલાફેંકનો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં તેણે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

આપણ વાંચો: લવ મૅરેજ કે અરૅન્જ્ડ મૅરેજ?: નીરજ ચોપડા સાથેના પુત્રીના લગ્ન વિશે હિમાનીના પિતા શું બોલ્યા?

તે દેશના અનેક પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતી ચૂક્યો છે. મહાન ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ભારતીય લશ્કરની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકેની માનદ પદવી ધરાવે છે, જ્યારે નીરજ ચોપડાને નાયબ સુબેદારમાંથી ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકેની પદવી અપાઈ છે. તેને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનાં શુભહસ્તે આ પદવી મળી છે.

નીરજ ચોપડાએ આ વર્ષમાં ટેનિસ પ્લેયર અને ટેનિસ કોચ હિમાની મોર સાથે લગ્ન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button