ભરી મહેફિલમાં Akash Ambaniએ પત્ની શ્લોકા મહેતા સાથે કરી આવી હરકત, યુઝર્સે કહ્યું પતિ હોય તો…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવારમાં તમામ સભ્યો પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.
હાલમાં જ અંબાણી પરિવારના લાડકવાયા આકાશ અંબાણી (Akash Ambani) અને શ્લોકા મહેતા (Shloka Mehta)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. ભરી મહેફિલમાં આકાશે શ્લોકા સાથે કંઈક એવું કર્યું હતું કે જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-
આપણ વાંચો: રાતના બે વાગ્યે શું કરે છે Mukesh Ambani? દીકરા આકાશ અંબાણીએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં ભરી મહેફિલમાં આકાશ અંબાણીએ શ્લોકા મહેતાનો હાથ પકડીને એવી હરકત કરી હતી કે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય.
આકાશ અંબાણી અને શ્લોકા મહેતા વચ્ચેની સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળે છે. બંને જણ જ્યારે પણ સાથે જોવા મળે છે ત્યારે તેમની વચ્ચે એક અલગ જ કેમેસ્ટ્રી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં શ્લોકા અને આકાશ કોઈ ફંક્શનમાં પહોંચ્યા હતા. આકાશ અને શ્લોકા ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. આકાશે સુંદર કુર્તો પાયજામો અને શ્લોકાએ સુંદર સાડી પહેરી છે.
આપણ વાંચો: Working Hoursને લઈને આકાશ અંબાણીએ આ શું કહ્યું? વિવાદ વચ્ચે કમેન્ટ થઈ વાઈરલ…
પરંતુ આ બધા વચ્ચે કંઈક થાય છે અને આકાશ શ્લોકાનો હાથ પકડીને તેને ઊભી કરીને પોતાની સાથે લઈ જાય છે. શ્લોકા પણ પતિ આકાશના આ વર્તનથી ચોંકી ઉઠે છે, પરંતુ તે આખરે આકાશની પાછળ પાછળ ચાલવા લાગે છે.
આ ક્યુટ કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ લાઈરક અને કમેન્ટ કરીને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. બંનેની કેમેસ્ટ્રીના વખાણ કરતાં ફેન્સ થાકી નથી રહ્યા.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે શું વાત છે પતિ હોય તો આકાશ અંબાણી જેવો. બીજા એક યુઝરે લખ્યું હતું કે પ્રેમ હોય તો આવો. આકાશ અંબાણી હંમેશા જ પત્ની શ્લોકાની રિસ્પેક્ટ કરતો જોવા મળે છે.
જોકે, આ પહેલી વખત નથી આકાશ અને શ્લોકાએ આવું કંઈ કર્યું હોય. આ પહેલાં પણ અનેક ઈવેન્ટ્સના વીડિયો સામે આવ્યા છે જેમાં આકાશ અને શ્લોકાનો એકબીજા માટેનો પ્રેમ અને લાગણી છલકાતી જોવા મળી હોય.