લોંગ વિકેન્ડમાં પણ આ ફિલ્મ બોક્સઓફિસ પર પીટાઇ ગઇ, બીગબી બચ્ચન પણ કંઇ ઉકાળી ન શક્યા
ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન સ્ટારર મુવી ‘ગણપત’ બોક્સઓફિસ પર ખૂબ ખરાબ રીતે પછડાઇ છે. લોંગ વિકેન્ડ અને દશેરાની રજાઓ હોવા છતાં પણ આ ફિલ્મ કંઇ ખાસ ઉકાળી શકી નથી. એવી આશા હતી કે કદાચ ટાઇગર-કૃતિની જોડીને જોવા માટે દર્શકો થિયેટરો સુધી લાંબા થશે પરંતુ એવું થયુ નહિ. એક રિપોર્ટ મુજબ પાંચમા દિવસે આ ફિલ્મે ફક્ત 1.50 કરોડ કમાયા છે અને આની સાથે રિલીઝથી અત્યાર સુધીની કમાણીના આંકડા જોઇએ તો માંડ માંડ 10 કરોડ સુધી કમાણી પહોંચી શકી છે.
ગણપતે પહેલા દિવસે 2.5 કરોડ રૂપિયા, બીજા દિવસે 2.25 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 2.25 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 1.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. દશેરાની રજાના કારણે ગણપત સારું કલેક્શન કરી શકે તેવી અપેક્ષા હતી પરંતુ એવું થયું નથી. ફિલ્મનું રૂટિન કલેક્શન જ થયું છે. ફિલ્મ રિલિઝ થયાના પ્રથમ અઠવાડિયામાં ગણપતની હાલત ખરાબ થઈ છે.
આ ફિલ્મને વિકાસ બહલે દિગ્દર્શિત કરી હતી અને કૃતિ-ટાઇગર સાથે અમિતાભ અને એલી એવરામ પણ આ ફિલ્મમાં ખાસ ભૂમિકામાં હતા. ફિલ્મને પ્રોડ્યુસ જેકી ભગનાની અને વિકાસ બહલે કરી હતી.