આમચી મુંબઈ

ઘાટકોપર સ્ટેશન માટે આવ્યા મોટા સમાચારઃ આ સુવિધા ઊભી કરાશે

મુંબઈ: મધ્ય રેલવે અને મેટ્રો વનના સૌથી વ્યસ્ત ઘાટકોપર સ્ટેશને સૌથી વધુ પ્રવાસીઓની અવરજવર રહે છે, ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે પુલ બાંધવા સાથે વધુ એસ્કેલેટર બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પુલના નિર્માણથી લોકો રેલવેના પાટા ક્રોસ કરવાનું ચલણ ઘટશે, તેનાથી અકસ્માત ઘટશે. ઉપરાંત, મહિલા સહિત સિનિયર સિટીઝન પ્રવાસીઓ પણ સરળતાથી અવરજવર કરી શકશે.

રેલવે સ્ટેશનના પરિસરમાં ભીડના સમયે સંભવિત અંધાધૂંધી ટાળવા ઘાટકોપરના રેલવે સ્ટેશનમાં સુવિધા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)એ નવા છ રાહદારી પુલ બાંધવાનો અને 14 એસ્કેલેટર બેસાડવાનો નિર્ણય લીધો છે.

નવી સુવિધા માટે 50 – 60 કરોડનો ખર્ચ અપેક્ષિત છે અને એને કારણે ધસારાના સમયે ભીડ ઘટાડવામાં મદદ થશે. નવા ફૂટ ઓવરબ્રિજના નિર્માણને કારણે વ્યવસાયિક વપરાશ માટે વધુ જગ્યા મળશે અને એસ્કેલેટરની હાજરીથી મુસાફરોને આવન જાવનમાં રાહત મળશે. હાલ સ્ટેશન પર રોજ ત્રણથી ચાર લાખ ઉપનગરીય રેલવે ટ્રેનના પ્રવાસી અને 4.80 લાખ મેટ્રોમાં મુસાફરો આવ જા કરતા હોય છે.

સબર્બનની રેલવે ટ્રેનનો જે પુલ વર્સોવા – અંધેરી – ઘાટકોપર મેટ્રો વન લાઈન સાથે જોડાયેલો છે, ત્યાં સૌથી વધારે ભીડ થાય છે. આ તેમ જ અન્ય ભીડની સમસ્યા હળવી કરવા એમઆરવીસીએ છ રાહદારી પુલ અને 24 એસ્કેલેટર્સ બાંધવાની દરખાસ્ત રજૂ કરી છે. એમઆરવીસીના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર ‘છ રાહદારી પુલ પૈકી ત્રણ હાલના પૂર્વ – પશ્ચિમને જોડતા પુલને સમાંતર રહેશે.

આ ત્રણ પુલ 12 મીટર પહોળા હશે અને લોકોને અવરજવર કરવામાં અનુકૂળતા રહેશે. આ ઉપરાંત 14 એસ્કેલેટર્સ અને ચાર લિફ્ટ પણ બાંધવામાં આવશે. અન્ય ત્રણ રાહદારી પુલ 10 મીટર પહોળા હશે. નવી વ્યવસ્થાને કારણે વધુ ટિકિટ બારી, ફૂડ સ્ટોલ અને દુકાનની સગવડ વધશે અને પ્લેટફોર્મ નીચેના અતિક્રમણ દૂર થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…