નેશનલ

ગુજરાતની કેસર જ નહીં, વારાણસીની લંગડો કેરીની પણ અમેરિકામાં ધૂમ માગ

વારાણસીઃ ગુજરાતની કેસર કેરીની અમેરિકા સહિતના દેશમાં ખૂબ જ માગ છે. દર વર્ષે મોટો જથ્થો કેરી અને પલ્પ વિદેશોમાં એક્સપોર્ટ થાય છે. આ માટે અમદાવાદના બાવળા ખાતે ખાસ ટેસ્ટિંગ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે.

દેશભરના લોકો સાથે વિદેશમાં વસતા ભારતીયો કેસરનો આનંદ માણે છે ત્યારે માત્ર કેસર જ નહીં વિદેશીઓને ભારતની લંગડા કેરીની જયાફત પણ માણવી ગમે છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં બનારસી લંગડા કેરીના એક વેપારીને અમેરિકાથી દસ ટન કેરીનો ઓર્ડર મળતા આ વાત પ્રકાશમાં આવી છે. લંગડો કેરીને પણ GI ટેગ મળી ગયો છે.

આપણ વાંચો: કેસર કેરી મહોત્સવ ૨૦૨૫માં અમદાવાદીઓ મન મૂકીને માણશે ઓર્ગેનિક કેરીની જ્યાફત

ખાડીના દેશોમાં પણ લંગડા કેરીની માગ

ખાડી દેશોમાં પણ લંગડો કેરી મોટા પ્રમાણમાં ખવાય છે. આ અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે
પહેલા બનારસી લંગડો ફક્ત સ્થાનિક બજાર પૂરતા મર્યાદિત હતા, પરંતુ હવે GI ટેગ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું બ્રાન્ડિંગ મેળવ્યા પછી, બનારસી લંગડા પણ મલીહાબાદની દશેરી અને રત્નાગીરીના અલ્ફોન્સોની જેમ સ્થાનિકથી વૈશ્વિક સ્તરે પહોંચી ગયા છે.

ખેડૂતોને આનો સીધો ફાયદો મળ્યો છે. સ્થાનિક બજાર કરતા ઘણા વધારે ભાવમાં આ કેરી વેચાઈ છે. હવે ખેડૂતો પાસે આંતરરાષ્ટ્રીય બજાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી જે કંઈ બચે છે, તે તેઓ સ્થાનિક બજારમાં સારા ભાવે વેચી રહ્યા છે. માંગ વધવાને કારણે કેરીનું ઉત્પાદન પણ વધ્યું છે. ટૂંક સમયમાં, ગોરખપુરની ગૌરજીત અને સહારનપુરની ચૌંસા કેરીને પણ GI ટેગ મળવાનો છે.

આપણ વાંચો: કેસર કેરીની સત્તાવાર સીઝનની થઈ શરૂઆત, જાણો બોક્સનો કેટલો બોલાયો ભાવ

ખાડી દેશો અને પશ્ચિમ યુરોપમાંથી દસ ટનના ઓર્ડર મળ્યાના એક અઠવાડિયા પહેલા જ અમેરિકાથી તેની માંગ પણ આવી ગઈ છે. અમેરિકામાં પણ બનારસી લંગડા કેરીની માંગ વધવા લાગી છે.

એક અમેરિકન કંપનીએ બનારસના એક ખેડૂત પાસેથી 10 ટન લંગડા કેરીની માંગણી કરી છે. અહીંથી તેને અમેરિકા મોકલવામાં આવશે. કેરીનો પહેલો જથ્થો મુંબઈ મોકલવામાં આવશે. ત્યાંથી કેરીઓને વિમાન દ્વારા અમેરિકા મોકલવામાં આવશે, તેમ સ્થાનિક અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button