મનોરંજન

ઇબ્રાહિમ અલી ખાન બોયફ્રેન્ડ તરીકે કેવો છે, જાણો રસપ્રદ જવાબ?

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને ફિલ્મ નાદાનિયાંથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ ઇબ્રાહિમ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. ઇબ્રાહિમ અલી ખાન તેની ડેટિંગ લાઇફને કારણે સમાચારમાં રહે છે.

જોકે મળતા અહેવાલો પર વિશ્વાસ કરીએ તો ઇબ્રાહિમ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીને ડેટ કરી રહ્યો છે. બંને ઘણી વખત એકસાથે જોવા મળ્યા છે, પરંતુ તેઓ ક્યારેય સાથે પોઝ આપતા નથી અને પોતાને સારા મિત્રો કહે છે. એક ઇન્ટરવ્યુમાં ઇબ્રાહિમે પોતે ખુલાસો કર્યો છે કે તે કેવા પ્રકારનો બોયફ્રેન્ડ છે.

આપણ વાંચો: સૈફ અલી ખાને બીજી કોઇ છોકરીને સમજી લીધી કરીના અને હગ કરવા ગયો પછી….

ઇન્ટરવ્યુમાં ઇબ્રાહિમ અલી ખાનને તેના અંગત જીવન વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે ઇબ્રાહિમને પૂછવામાં આવ્યું કે તે કેવા પ્રકારનો બોયફ્રેન્ડ છે, ત્યારે તેણે તરત જવાબ આપ્યો હતો.

ઇબ્રાહિમેં કહ્યું- ‘હું ખૂબ કેરિંગ છું, હું મર્યાદાઓ ઓળંગતો નથી અને હું પઝેસિવ પણ નથી.’ હું ઘણા પ્રશ્નો નથી પૂછતો અને સ્પેસ પણ આપું છું. ઇબ્રાહિમે કહ્યું કે એક અભિનેતા તરીકે સંબંધમાં રહેવું એ સામાન્ય ડેટિંગ અનુભવ કરતાં સંપૂર્ણપણે અલગ છે.’

આપણ વાંચો: બોલો ફિલ્મમાં નહીં પણ ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કરી સ્ટારકિડ્સે મેળવી વાહવાહી

ઇબ્રાહિમે અગાઉ એક ઇન્ટરવ્યૂમાં પલક તિવારી સાથેના ડેટિંગની અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે પલક તેની ખૂબ જ સારી મિત્ર છે અને તેને સ્વીટ કહી હતી. આ સિવાય તેણે પલક વિશે કંઈ કહ્યું નહોતું.

મીડિયા સાથે વાત કરતી વખતે પલકે પણ તેના ડેટિંગ જીવન વિશે વાત કરવાનું ટાળતા જણાવ્યું હતું કે તે પોતાની કારકિર્દીના આ તબક્કે તેના રોમેન્ટિક જીવનને ચર્ચાનો વિષય બનાવવા માંગતી નથી. પલક તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ભૂતની’માં જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button