ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાની IT કંપની માઈક્રોસોફ્ટ પર મંદીના વાદળ ઘેરાયા, 6,000 કર્મચારી પર લટકતી તલવાર

વોશિંગ્ટનઃ વિશ્વની સૌથી મોટી આઈટી કંપની પૈકીની એક માઈક્રોસોફ્ટે ફરી એક વખત છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપની 3 ટકા કર્મચારીઓને પાણીચું પકડાવશે. આ પહેલા 2023માં કંપનીએ આશરે 10,000 લોકોને નોકરીમાંથી છુટ્ટા કર્યા હતા.

અહેવાલ પ્રમાણે, જૂન 2024માં માઈક્રોસોફ્ટમાં આશરે 2,28,000 કર્મચારી કામ કરી રહ્યા છે. તેના 3 ટકા આશરે એટલે કે 6800 જેટલા કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. તેની અસર લગભગ તમામ ક્ષેત્ર કે સેક્ટર પર જોવા મળી શકે છે.

આપણ વાંચો: ટૅક વ્યૂહ: માઈક્રોસોફ્ટના 50 વર્ષ: અપાર સફળતાઓ સાથે બેજોડ સિદ્ધિઓ

કંપનીએ કેમ લીધો આ નિર્ણય

કંપનીએ આ નિર્ણય સંસ્થાને સારી સ્થિતિમાં લાવી શકાય તે માટે લીધો હતો. એપ્રિલ મહિનામાં માઈક્રોસોફ્ટના સીએફઓએ કહ્યું હતું કે, કંપની ઉચ્ચ પ્રદર્શનવાળી ટીમનું નિર્માણ અને મેનેજરની સંખ્યા ઓછી કરવા પર કામ કરી રહી છે. કોઈપણ પ્લાનને લાગુ કરવામાં સમસ્યા ન થાય તે માટે કંપની તેના સ્ટ્રક્ચર અને રણનીતિને સરળ બનાવવા માંગે છે.

કર્મચારીઓની છટણી પરફોર્મેંસ મેનેજમેન્ટ સિસ્ટમના કારણે કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ છુટ્ટા કરેલા કર્મચારીઓને બે વર્ષ સુધી ફરી ભરતી ન કરવા પણ જણાવ્યું છે.

આ વર્ષે માઈક્રોસોફ્ટનું 80 અબજ ડૉલર રોકાણનું આયોજન છે. તેમાંથી મોટાભાગનો હિસ્સો આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસ સર્વિસના ડેટા સેન્ટર પર ખર્ચ કરવામાં આવશે. માઈક્રોસોફ્ટે તાજેતરમાં જ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ધારણાથી સારો દેખાવ અને નફો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button